For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જ્યારે મોદીએ પોતાની રેલીમાં થાંભલા પર ચડેલા 2 યુવકોને બચાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 એપ્રિલ: આમ આદમી પાર્ટીની રેલીમાં જે પ્રકારે ગજેન્દ્ર સિંહે આત્મહત્યા કરી તેમણે દેશભરના લોકોને હચમચાવી દીધું છે. આ રેલીમાં ગજેન્દ્ર સિંહે જ્યારે આત્મહત્યા કરી તો તે સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ આપના દિગ્ગજ નેતાઓ અત્રે હાજર હતા. પરંતુ અમે આપને નરેન્દ્ર મોદીની રેલીનો એક વીડિયો અત્રે બતાવી રહ્યા છીએ જેમાં તેઓ લોકોને થાંભલા પરથી ખૂબ જ ચપળતાપૂર્વક નીચે ઊતારી લાવે છે.

narendra modi
નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી દરમિયાન મેરઠમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે રેલીમાં 2 યુવક થાંભલા પર ચડી ગયા હતા, તે દરમિયાન નરેન્દ્ર મોદીએ મંચ પરથી તે બંને યુવકોને થાંભલા પરથી નીચે આવી જવા માટે જણાવ્યું. તેમણે જણાવ્યું કે હું કોઇ અનિચ્છનિય બનાવ નથી ઇચ્છતો અમે આવી ઘટનાનો જવાબ નહીં આપી શકીએ.

એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવકોને ચોધરી ચરણ સિંહની સોગંધ આપતા કહે છે કે આપને ચોધરી ચરણ સિંહના સોગંધ છે આપ નીચે આવો. નરેન્દ્ર મોદીએ બંને યુવકોની સરાહના કરતા જણાવ્યું કે આપ બધા ઘણા સમજદાર છો. નરેન્દ્ર મોદીની આ અપીલ બાદ બંને યુવક થાંભલા પરથી નીચે ઉતરી આવ્યા.

જુઓ વીડિયોમાં કેવી રીતે યુવકને થાંભલા પરથી નીચે ઊતાર્યો મોદીએ..

English summary
BJP supporters have a released a video showing how Narendra Modi smartly brought down two youths sitting on a tree watching his rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X