Video: ડીઆઈજી સાહેબે બધાની વચ્ચે બુજુર્ગને માર્યો તમાચો, સસ્પેન્ડ
ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીઓ પર સત્તાનો એવો નશો સવાર થઇ ગયો છે કે જેનો અંદાજો લગાવવો જ મુશ્કિલ છે. લખનઉના ડીઆઈજી સાહેબે બધાની વચ્ચે એક બુજુર્ગને જોરદાર તમાચો જડી દીધો.
લખનઉના ભૂતનાથ માર્કેટમાં ડીઆઈજી ડીકે ચૌધરી સાહેબ જયારે ખરીદી કરવા ગયા ત્યારે તેઓ જામમાં ફસાઈ ગયા. જામને હટાવાતા ગુસ્સામાં ચૌધરી સાહેબ એક બુજુર્ગને તમાચો મારી બેઠા. ડીઆઈજી ડીકે ચૌધરી સાહેબનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો અને તેના પરિણામ સ્વરૂપ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ડીઆઈજીને તરત જ સસ્પેન્ડ કરી નાખ્યા.

ખરેખરમાં વાત આમ બની હતી કે ડીઆઈજી ડીકે ચૌધરી સાહેબ જયારે ખરીદી કરવા ગયા ત્યારે તેઓ જામમાં ફસાઈ ગયા. જયારે તેમને જામમાંથી બહાર નીકળવાનો રસ્તો ના મળ્યો ત્યારે તેઓ ગાડીને બહાર નીકળીને એક બુજુર્ગને ધમકાવાનું ચાલુ કરી દીધું અને બાદમાં તેમનો ગુસ્સો વધતા તમાચો પણ મારી દીધો.












Click it and Unblock the Notifications
