Must Watch: કેજરીવાલે ગાયું ગીત-'ઝાડુ લગાકર રખના, પોંછા લગાકર રખના..'

નવી દિલ્હી, 17 નવેમ્બર: હાલમાં ફરીથી દિલ્હીમાં ચૂંટણી માહોલ જોવા મળી રહ્યો છે. રાજનૈતિક પાર્ટીઓ જ્યાં ફરીથી દિલ્હી ફતેહ કરવામાં લાગી ગઇ છે ત્યાં જ બીજી તરફ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ ફરીથી કેજરીવાલને લઇને મજાકીયા વીડિયો પ્રસારિત થઇ રહ્યા છે. હાલમાં જ યૂટ્યૂબ પર એક વીડિયો ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક આરજે, હુબહુ કેજરીવાલના રૂપમાં લોકોના સામે આવે છે અને તેમના જ અંદાજ માં લોકો સાથે વાતચીત કરે છે.

કેજરીવાલનો અભિનય કરનાર શખ્સની વાત સાંભળીને આપ પેટ પકડીને હસવા માટે મજબૂર થઇ જશો. જ્યારે તેમને પૂછવામાં આવે છે કે મિસ્ટર કેજરીવાલ આપ હંમેશા તો ધરણા પર રહો છો એવામાં આપનું ઘર કેવી રીતે ચાલે છે, તો આની પર મફલર લપેટીને અને ટોપી પહેરેલ કેજરીવાલનો અભિનય કરનાર આ વ્યક્તિ કહે છે કે 'યહી તો પંગા હે, યહી તો સ્કેમ હે, આમ આદમી કા ઘર ચલતા નહીં, ધરને પર બેઠતા છે.'

arvind kejriwal
આ ઉપરાંત પણ વીડિયોમાં ખૂબ જ બધી એવી વાતો છે જે આપને મન મૂકીને હંસવા પર ચોક્કસ મજબૂર કરી દેશે. જ્યારે વીડિયોમાં કેજરીવાલને પૂછવામાં આવે છે કે આપને કેમ આટલા થપ્પડ પડે છે તો તેનો જવાબ આ શખ્શ કંઇક આ અંદાજમાં આપે છે 'કેટલાંક ફોલોઅર મારી વાતને ખોટી રીતે સમજી લીધી છે. હું કહું છું ને કે ધરણા-ધરણા એટલે એમણે મને જ ધરી દીધો. એ લોકો પણ મને ઝલદી સમજી જશે.'

આ વીડિયોનું ટાઇટલ છે Kejriwal slapped for Singing. જેમાં કેજરીવાલને ગીત ગાતા પણ બતાવવામાં આવ્યા છે. ગીતના શબ્દો છે 'ઝાડુ લગાકર રખના, પોંછા લગાકર રખના..'

અત્રે નોંધનીય છે કે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી ફરીથી યોજાવાની છે. એકવાર ફરીથી દિલ્હીમાં ભાજપ અને આમ આદમીની લડાઇ જોવામાં આવી રહી છે. ખૂબ જ ઝલદી ચૂંટણી પંચ દિલ્હી ચૂંટણીની જાહેરાત કરી શકે છે.

જુઓ વીડિયો...

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/GlOn-Ej_GXY" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X