VIRAL VIDEO: કાશ્મીર તો હશે પણ પાકિસ્તાન નહીં હોય
રવિવારે જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલોએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. પાછલા 26 વર્ષોમાં આવો મોટો આતંકી હુમલો કોઇ પણ આર્મી બેઝ પર નથી થયો જેમાં લગભગ 18 જવાન શહીદ અને 29 જવાન ઇજાગ્રસ્ત થયા હોય. હુમલા પછી ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સેનાનો એક જવાન પાકિસ્તાનને બરાબરની સંભળાવી રહ્યો છે. અને તેના સાથી સૈનિકો તેનો સાથ આપી રહ્યા છે.

આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યો છે. અને લોકો પણ તેને ખૂબ જ શેયર કરી રહ્યા છે. પાકિસ્તાનને ઉદ્દેશીને બોલવામાં આવેલા આ વીડિયોમાં સાધ્વી બાલિકા સારસ્વતીના ભાષમની લાઇન બોલવામાં આવી છે. જો કે સાધ્વી બાલિકાએ આ લાઇનો હિંદુત્વને કેન્દ્રમાં રાખીને બોલી છે.
નોંધનીય છે કે ઉરી હુમલાની ભારતભરમાં નીંદા થઇ રહી છે. અને સત્તા પક્ષ હોય કે વિપક્ષ, નેતા હોય કે અભિનેતા કે પછી સામાન્ય માનવી દરેક આ વાતનો પૂરજોશથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ વાયરલ વીડિયોમાં શું કહેવામાં આવી
રહ્યું છે જાણો અહીં...












Click it and Unblock the Notifications
