Video: પરિવાર સાથે ડિનર ટેબલ પર બેઠા-બેઠા વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, રુંવાડા ઉભા કરી દેશે મોતનો લાઈવ વીડિયો
Madhya Pradesh News: ભારતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કેસો સતત પ્રકાશમાં આવી રહ્યા છે. જીમમાં જતી વખતે, ડાન્સ કરતી વખતે, ગાતી વખતે, બેસતી વખતે કે ઊભા રહેતા, લોકો ગમે ત્યારે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. યુવાનો હોય, બાળકો હોય કે વૃદ્ધો, હાર્ટ એટેકના કિસ્સાઓ વિશે ઘણીવાર આપણે સાંભળીએ છીએ.
આ જ ક્રમમાં રુંવાડા ઉભા કરી દે તેવો લાઈવ મોતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પરિવાર સાથે જમતી વખતે એક વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારજનો તેને હૉસ્પિટલ લઈ જાય તે પહેલા જ તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

આ વીડિયો મધ્ય પ્રદેશનો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. મૃતકની ઓળખ કૈલાશ પટેલ તરીકે થઈ છે. આખો પરિવાર જમવા માટે હોટલ પહોંચ્યો હતો. ત્યાં દરેક વ્યક્તિ જમવાનુ શરુ કરવાની તૈયારીમાં જ હતા ત્યાં પરિવારના એક સભ્યને હાર્ટ એટેક આવ્યો અને તે ટેબલ પર પડી ગયા. પરિવારના સભ્યો તેમને સંભાળવા ગયા પરંતુ તે વ્યક્તિનું મોત નીપજી ચૂક્યુ હતું.
હાર્ટ એટેકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, 9 દિવસ પહેલા દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી રહેલા 25 વર્ષના MBBS સ્ટુડન્ટનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. વાસ્તવમાં મયંક ગર્ગ નામનો આ યુવક બલ્લભગઢથી દિલ્હી મેટ્રોમાં બેસીને ISBT જઈ રહ્યો હતો. જવાહરલાલ નેહરુ મેટ્રો સ્ટેશન પાસે તેને હાર્ટ એટેક આવ્યો અને તે પડી ગયો. આ પછી તેને મેટ્રો સ્ટેશનની બહાર લાવવામાં આવ્યો અને તેને મૂળચંદ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
વળી, 14 ડિસેમ્બરના રોજ પ્રખ્યાત બૉલીવુડ અભિનેતા શ્રેયસ તલપડેને પણ હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક મુંબઈની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ અભિનેતાની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. તેની સર્જરી સફળ રહી હતી. થોડા દિવસો પછી તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
इंदौर की एक होटल में खाना खाने गए व्यक्ति की हार्ट अटैक से मौत हो गई। मौत का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। मृतक का नाम कैलाश पटेल बताया जा रहा है। वह अपने परिवार के साथ डिनर करने के लिए बैठे थे। इस दौरान कुछ ही सेकेंडों में उनकी मौत हो गई। pic.twitter.com/JYQix4matT
— Rakesh kumar patel (@NanheRakesh) December 19, 2023












Click it and Unblock the Notifications
