Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: ગાઢ ધૂમ્મસના કારણે મોડી પડી ઈન્ડિગોની ફ્લાઈટ, અનાઉન્સ કરવા આવેલા પાયલટને મુસાફરે માર્યો

IndiGo Flight: ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફ્લાઈટમાં એક મુસાફર પાઈલટ પર હુમલો કરતો જોવા મળે છે. પાયલોટ પ્લેન મોડા આવવાની જાહેરાત કરી રહ્યો હતો. આ દરમિયાન એક મુસાફરે તેના પર હુમલો કર્યો.

સોમવારના રોજ દિલ્હીથી ગોવા ફ્લાઇટમાં બનેલી આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં પીળા રંગના હૂડીમાં ગુસ્સે થયેલો મુસાફર પાયલટ તરફ દોડીને તેને થપ્પડ મારતો જોવા મળે છે.

indigo

જ્યારે એર હોસ્ટેસે પેસેન્જરને દૂર રાખવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે પાયલટને કહેતી સાંભળી શકાય છે: "નહી ચલના તો મત ચલના, બોલ દે (જો તમારે પ્લેન ઉડાવું ના હોય તો, ના કહી દો)".

આના પર ફ્લાઇટ એટેન્ડન્ટે કહ્યું, "સર, તમે આવુ ના કરી શકો." ફ્લાઈટના અન્ય મુસાફરો ચોંકી ઉઠ્યા અને ગુસ્સે થઈ ગયા. વીડિયોના અંતમાં વાદળી રંગની હૂડી પહેરેલ એક વ્યક્તિ તે વ્યક્તિને શાંત કરવાનો પ્રયાસ કરતો જોઈ શકાય છે. આ વીડિયો મૂળ રીતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર યુઝર એવજેનિયા બેલસ્કાયા દ્વારા રવિવારે રાત્રે શેર કરવામાં આવ્યો હતો.

EMSOSના CEO અને સહ-સ્થાપકએ ટ્વિટર પર આ વીડિયો શેર કરીને, ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ને ટેગ કરીને પોતાની નિરાશા વ્યક્ત કરી છે.

તેમણે લખ્યું, "એક મુસાફરે વિમાનમાં ઈન્ડિગોના કેપ્ટનને મુક્કો માર્યો કારણ કે તે વિલંબની જાહેરાત કરી રહ્યો હતો. તે વ્યક્તિ છેલ્લી હરોળમાંથી દોડ્યો અને FDTL પાર કરતા પહેલાના ક્રૂના સ્થાને આવેલા નવા કેપ્ટનને મુક્કો માર્યો. અવિશ્વસનીય." !"

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, એવિએશન સિક્યુરિટી એજન્સીએ વાયરલ વીડિયોના સંબંધમાં તપાસ શરૂ કરી છે જેમાં એક મુસાફરે પાયલટને મુક્કો માર્યો હતો જ્યારે દિલ્હીથી ગોવા જતી ઈન્ડિગોની ફ્લાઈટ (6E-2175) ધુમ્મસને કારણે મોડી પડી હતી. ગઈકાલે બપોરે 1 વાગ્યાની આસપાસ પાઈલટ ફ્લાઈટ મોડી આવવાની જાહેરાત કરી રહ્યો હતો ત્યારે પેસેન્જરે પાઈલટને ટક્કર મારી હતી. મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે.

ઈન્ડિગોએ પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) DCPના જણાવ્યા અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ પેસેન્જરની અટકાયત કરવામાં આવી છે. ડીસીપીએ આરોપીઓ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે.

ગાઢ ધુમ્મસને કારણે પ્રતિકૂળ હવામાનને કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં ફ્લાઇટ ઓપરેશનમાં મોટા પાયે વિક્ષેપ વચ્ચે આ ઘટના બની હતી. રવિવારે લગભગ 11 કલાક સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે હજારો મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X