Video: કેજરીવાલના જન્મદિવસ પર કપિલની "સોનું સ્ટાઇલ" ભેટ!
કેજરીવાલની કપિલ મિશ્રાએ વીડિયો બનાવીને ઉડાવી મજાક. સોનું સ્ટાઇલથી બનાવવામાં આવેલા આ વીડિયોમાં કપિલે દિલ્હીના સીએમને ભષ્ટ્રાચારી કહ્યા. તમે પણ જુઓ આ વીડિયો અહીં.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ગત બુધવારે એટલે કે 16 ઓગસ્ટના રોજ 49મો જન્મદિવસ હતો. જો કે એક બાજુ જ્યાં અનેક લોકોએ તેમને તેમના જન્મ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી ત્યાં જ આમ આદમી પાર્ટીથી બહાર નીકાળવામાં આવેલા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલને તેમના જન્મદિવસ પર અલગ જ પ્રકારની ગીફ્ટ આપી હતી. કેજરીવાલના બર્થ ડેના રંગમાં ભંગ પાડવા માટે કપિલ મિશ્રાએ એક વીડિયો બનાવ્યો હતો.

કેજરીવાલને ભષ્ટ્રાચારી કહેનાર કપિલ મિશ્રાએ સોનું સ્ટાઇલમાં ગીત ગાઇને કેજરીવાલને કેટલાક આકારા સવાલ પુછ્યા છે. AK તેરી કુર્સી ગોલ હેશટેગ સાથે શેયર કરવામાં આવેલા આ વીડિયોને ટ્વિટર પર શેયર કરતા પહેલા તેમણે કમેન્ટમાં લખ્યું છે કે જલ્દી જ સમગ્ર દિલ્હી કેજરીવાલ માટે આ ગીત ગાશે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન સમેત કેજરીવાલના સાઢુ ભાઇને પર પણ નિશાનો બનાવવામાં આવ્યો છે. ત્યારે હાલ તો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ભારે શેયર કરવામાં આવી રહ્યો છે અને તે આ વીડિયો હજી સુધી ના જોયો હોય તો જુઓ અહીં....
Birthday surprise की एक झलक इधर - full surprise shortly ... #AKतेरीकुर्सीगोल pic.twitter.com/nutekgGIgC
— Kapil Mishra (@KapilMishraAAP) August 16, 2017












Click it and Unblock the Notifications
