કેજરીવાલનો ભ્રષ્ટાચાર પકડાયો ઓફ સ્ક્રીન, જુઓ વીડિયોમાં
નવી દિલ્હી, 10 માર્ચ: દરરોજ ટેલિવિઝનની સ્ક્રીન પર ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે કોઇ નેતા મોટી મોટી વાતો કરે છે અને સામે બેઠોલો એન્કર તેને એ જ સવાલ કરે છે જેનાથી તેની ટીઆરપી વધે છે, ત્યારે આપને લાગતું હશે કે ખરેખર આ નેતા તો મહાન છે, પરંતુ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ પત્રકાર પુણ્ય પ્રસૂન વાજપેઇનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઇન્ટરવ્યૂ પહેલા સવાલ ફિક્સ કરવામાં આવી રહ્યા છે.
આ વીડિયો જોઇને આપને અંદાજો આવી જશે કે કઇ રીતે કેજરીવાલ ટીવી સ્ક્રીન પર આવતા પહેલા નિગોશિએશન કરે છે. વાજપેઇએ પૂછ્યું કોર્પોરેટવાળો સવાલ ઉઠાવવાનો છે, તો કેજરીવાલ બોલ્યા તે ખૂબ જ થિયોરિટિકલ છે, માટે હું તેમાં જઇ રહ્યો ન્હોતો, જેટલો મિડલ ક્લાસ છે તે એન્ટી થઇ જશે. તે સવાલ ના કરતા. જાણી જોઇને હું એવી ડિબેટમાં પડવા માંગતો નથી, જેમાં સવાલ ઊભા થાય.

પૂણ્ય પ્રસૂને પૂછ્યું 'અને આ જે હાસિયા પર 80 સમાજ છે?' કેજરીવાલે જણાવ્યું કે 'તેની પર બોલશે.' પૂણ્ય પ્રસૂને કહ્યું, 'હવે તેમાં આવી જાવને, વોટ બેંક તો એમાં જ છેને દેશભરનો' કેજરીવાલે કહ્યું 'બિલકૂલ..'
કેજરીવાલ અને એન્કર વચ્ચેની આગળની વાતો જુઓ વીડિયોમાં. આ વીડિયો જોયા બાદ આપને કેજરીવાલની નીતિયો અને પત્રકારની સચ્ચાઇ પરથી વિશ્વાસ ઊઠી જશે. હવે આપ જ આ વીડિયો જુઓ અને કરી લોકો સાચા-ખોટાની પરખ... અને આ અંગે આપની પ્રતિક્રિયાઓ ચોક્કસ આપો....
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/yRGNTXDO7dI" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
