Video: એન્કાઉન્ટર પછી સુરક્ષાબળની ગાડીઓ પર પથ્થરમારો
જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજી સાથે જોડાયેલો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે સ્થાનીય નાગરિકો સુરક્ષાબળની ગાડીઓ પર પથ્થરમારો કરી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજી સાથે જોડાયેલો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે સ્થાનીય નાગરિકો સુરક્ષાબળની ગાડીઓ પર પથ્થરમારો કરી રહ્યા છે. આ વીડિયો ન્યુઝ એજેન્સી એએનઆઈ ઘ્વારા જાહેર કરવામાં આવ્યો છે. એએનઆઈ તરફથી સોમવારે જ વધુ એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરનો છે અને તેમાં બાદશાહ બ્રિજ પર સીઆરપીએફ પેટ્રોલ ટીમની ગાડી પર ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

27 મેં તંગધાર માં થયું હતું એન્કાઉન્ટર
એએનઆઈ ઘ્વારા પથ્થરબાજીનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. તે 27 મેં તંગધારમાં થયેલા એન્કાઉન્ટર પછીનો છે. આ એન્કાઉન્ટરમાં સેના અને સુરક્ષાબળ ઘ્વારા 5 આતંકીઓને મારી નાખવામાં આવ્યા હતા. 27 મેં દરમિયાન તંગધારમાં એલઓસી પાર કરવાની કરવાની કોશિશ કરી રહેલા 5 આતંકીને સેના ઘ્વારા મારી નાખવામાં આવ્યા હતા. તંગધાર નોર્થ કાશ્મીર કુપવાડામાં આવેલું છે. સેના ઘ્વારા આતંકીઓને મારીને પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી રહેલી મોટી ઘૂસણખોરી નાકામ કરવામાં આવી હતી. ત્યારપછી સેના ઘ્વારા મોટા પાયે સર્ચ ઓપેરશન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેથી કોઈ પણ આતંકી ભાગી શકે નહીં. જયારે વધુ એક સીસીટીવી ફૂટેઝ સામે આવી છે, જે શ્રીનગરની છે. શ્રીનગરમાં શુક્રવારે થયેલી ઘટના પછી માહોલ તંગ બની ગયો છે.
શ્રીનગરમાં શુક્રવારે જે યુવક સીઆરપીએફ ગાડી ચડવાથી ઘાયલ થયો હતો, તેની શનિવારે મૌત થઇ ગયી હતી. આ યુવકનું નામ કેસર મોહમ્મદ જણાવવામાં આવી રહ્યું છે અને હોસ્પિટલના સૂત્રો અનુસાર તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. જમ્મુ કાશ્મીર પોલીસે આ આખા મામલે સીઆરપીએફ શ્રીનગર યુનિટ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.












Click it and Unblock the Notifications
