For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો બનાવી દલિત મહિલા પર સામૂહિક બળાત્કાર, 8ની ધરપકડ, ચાર આરોપીઓ સગીર!

તમિલનાડુના વિરુધુનગરમાં દલિત મહિલા પર સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસે તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ લોકો પીડિતાનો પ્રાઈવેટ વીડિયો લીક કરવાની ધમકી આપીને ઘણા મહિનાઓ સુધી બળાત્કાર કરતા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

ચેન્નાઈ, 22 માર્ચ : તમિલનાડુના વિરુધુનગરમાં દલિત મહિલા પર સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસે તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ લોકો પીડિતાનો પ્રાઈવેટ વીડિયો લીક કરવાની ધમકી આપીને ઘણા મહિનાઓ સુધી બળાત્કાર કરતા હતા. આ અંગે પીડિતાએ તાજેતરમાં પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી ચાર સગીર છે.

rape

તમિલનાડુ પોલીસે મંગળવારે જણાવ્યું કે વિરુધુનગરની એક 22 વર્ષની દલિત મહિલાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેની સાથે આઠ લોકોએ ઘણા મહિનાઓ સુધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ લોકોએ યુવતીનો ખાનગી વીડિયો પણ બનાવ્યો હતો, જેને લીક કરવાની ધમકી આપી હતી. આનાથી ડરીને તે લાંબા સમય સુધી ચૂપ રહી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગેંગ રેપ, આઈટી એક્ટ અને એસસી/એસટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, પીડિતા એક આરોપી હરિહરનને ઓળખતી હતી. આનો ફાયદો ઉઠાવીને હરિહરને તેને એકલી બોલાવી અને તેનો વીડિયો બનાવ્યો. આ પછી હરિહરને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર તેની સાથે બળાત્કાર કર્યો હતો. આટલું જ નહીં, હરિહરને આ વીડિયો તેના અન્ય સાત મિત્રોને પણ બતાવ્યો અને આ લોકોએ પીડિતા પર ઘણી વખત રેપ પણ કર્યો.

આ બાબતને લઈને રાજ્ય ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓ શાસક ડીએમકે સાથે જોડાયેલા છે. તમિલનાડુ બીજેપી ચીફ કે અન્નામલાઈએ પોતાના નિવેદનમાં આ વાત કહી છે. બીજી તરફ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની બહેન ડીએમકે સાંસદ કનિમોઝીએ આ ઘટના પર ટ્વિટ કરીને લખ્યું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમે ઈચ્છીએ છીએ કે તેમને આ જઘન્ય અપરાધ માટે સખત સજા કરવામાં આવે.

English summary
Video made Dalit woman gang-raped, 8 arrested, four accused minors!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X