Video : માસ રેપિસ્ટ પ્રજ્વલ રેવન્ના આ તારીખે ભારત આવશે, વીડિયો જારી કરી જાણકારી આપી

કર્ણાટક સ્કેન્ડલ કેસનો મુખ્ય આરોપી મુખ્ય આરોપી અને એચડી દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના ઘણા સમયથી ફરાર છે. હવે તેને ભારત પરત ફરવાની વાત કરી છે.

હજારો મહિલાઓ સાથે યૌન શોષણ કરનારા સાંસદ પ્રજ્વલ રેવન્નાએ સોમવારે દાવો કર્યો કે તે ભારત પરત ફરશે. તેણે કહ્યું છે કે તે 31 મેના રોજ તેની સામેના કેસોની તપાસ કરતી વિશેષ તપાસ ટીમ સમક્ષ હાજર થશે.

Prajwal Revanna

દેશ છોડીને ભાગી ગયા બાદ પ્રજ્વલે આ વીડિયો જાહેર કર્યો અને દેશમાં પરત ફરવાનો ઈરાદો વ્યક્ત કર્યો થે. મહિલાઓ દ્વારા ભયાનક જાતીય અપરાધોના આરોપો લાગ્યા બાદ પ્રજ્વલ રેવન્ના ગયા મહિને જર્મની ભાગી ગયો હતો.

આરોપોમાં જણાવાયું છે કે તેણે તેમને જાતીય કૃત્યો કરવા દબાણ કર્યું અને આ કૃત્યોના વીડિયો બનાવ્યા. સોમવારે બપોરે રેવન્ના દ્વારા બહાર પાડવામાં આવેલ એક વિડિયો નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે ડિપ્રેશનથી પીડિત છે.

જો કે આ બાબતે JD(S) અથવા પ્રજ્વલના પરિવાર તરફથી કોઈ પુષ્ટિ કરાઈ નથી. તેણે વીડિયોમાં કહ્યું કે, ભગવાન, લોકો અને પરિવારના આશીર્વાદ મારા પર રહે. હું શુક્રવાર, 31 મેના રોજ ચોક્કસપણે SIT સમક્ષ હાજર થઈશ. આવ્યા પછી હું આ બધું ખતમ કરવાનો પ્રયાસ કરીશ. મારા પર વિશ્વાસ કરો.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, મહિલા શક્તિની વાત કરનારા નરેન્દ્ર મોદીએ કેટલીક સીટો માટે પ્રજ્વલ રેવન્નાની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે અને હજુ પણ તોડ્યુ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X