Video: લાઈવ ડિબેટમાં સંબિત પાત્રાને કહ્યુ, 'મોઢુ બંધ કરો નહિતર પંખે ઉંધા લટકાવી દઈશ'

લાઈવ ડિબેટમાં સંબિત પાત્રાને કહ્યુ, 'મોઢુ બંધ કરો નહિતર પંખે ઉંધા લટકાવી દઈશ'. જુઓ વીડિયો..

જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રેટના હવાલાથી એક ટ્વિટ કર્યુ હતુ જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ગુજરાત આર્થિક રીતે બહુ એડવાન્સ છે પરંતુ સાંસ્કૃતિક રીતે પછાત છે જ્યારે બંગાળ આર્થિક રીતે પછાત છે પરંતુ સાંસ્કૃતિક રીતે બહુ આગળ છે. ગુહાા આ ટ્વિટ પર ગુજરાતના સીએમ વિજય રૂપાઈએ પ્રતિક્રિયા આપીને કહ્યુ કે હવે એલીટ ગ્રુપના લોકો ભારતીયોને વહેંચવા ઈચ્છે છે જે બાદ આ મુદ્દે હોબાળો મચી ગયો.

લાઈવ ડિબેટમાં સંબિત પાત્રાને નિશાંત વર્માએ આપી ધમકી

લાઈવ ડિબેટમાં સંબિત પાત્રાને નિશાંત વર્માએ આપી ધમકી

આ મુદ્દે રિપલબ્લિક ટીવી પર લાઈવ ડિબેટ પણ થઈ જેમાં ભાજપ તરફથી પેનલ પાર્ટીના તેજ તર્રાર નેતા સંબિત પાત્રા અને તેમની સામે પોલિટિકલ એનાલિસ્ટ નિશાંત વર્મા હતા જ્યારે લાઈવ ડિબેટના એન્કર અર્નબ ગોસ્વામી હતા. આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ હતો કે આ દરમિયાન આ ડિબેટમાં એવો સમય આવ્યો જ્યારે સંબિતપાત્રાએ નિશાંત વર્માને એ કહી દીધુ કે છેવટે તેમને લોકો ગુજરાતીઓને આટલી નફરત કેમ કરો છે, આટલી ચિડ કઈ વાત માટે છે?

'ચૂપ થઈ જાવ સંબિત પાત્રા નહિતર પંખેથી લટકાવી દઈશ'

જેને સાંભળતા જ નિશાંત વર્મા ભડકી ગયા અને ભાન ગુમાવી બોલ્યા કે તુ જુઠ બોલવાનુ બંધ કર નહિતર, કહી દઉ છુ કે પંખે ઉંધો લટકાવી દઈશ, નિશાંત વર્મા પાસેથી આવી પ્રતિક્રિયા સાંભળીને સંબિત પાત્રાનો પણ પારો ચડી ગયો અને તેમણે નિશાંત વર્માને કહ્યુ કે જરા હાથ લગાવીને તો જુઓ, જેના પર નિશાંત વર્માએ ધમકીભર્યા સ્વરમાં કહ્યુ કે પાત્રા માની જા નહિતર પંખામાં ઉંધો લટકાવીને ફેરવીશ, ત્યારબાદ પાત્રાએ અર્નબને કહ્યુ કે આ ગુંડા કસાઈને ડિબેટમાંથી ભગાડો, શોના એન્કરે યેનકેન રીતે બચાવ કરીને મામલો શાંત કરાવ્યો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો ડિબેટનો વીડિયો

સંબિત પાત્રાએ ડિબેટનો વીડિયો પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે જેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોએ નિશાંત વર્માને ઘણી ખરી ખોટી સંભળાવી છે. એક યુઝરે લખ્યુ છે કે સત્તા ગયા બાદ કોંગ્રેસીઓની હાલત એવી છે કે થોડા દિવસ બાદ આ કપડા ફાડીને રસ્તા પર નાચતા ફરશે. સરકારે આમના માટે અલગથી પાગલખાના ખોલવાની જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X