Video Viral: તાંત્રિકે ગર્ભવતી મહિલાના વાળ પકડીને તેને જમીન પર ઘસેડી
માનવતાને શરમાવી નાખે તેવી એક ઘટના એમપીમાં ઘટી છે. જ્યાં એક ઢોંગી તાંત્રિકે એક આઠ મહિનાની ગર્ભવતી મહિલાને ખરાબ રીતે મારપીટ કરીને તેના વાળ પણ ખેંચ્યા હતા. અહીં ધ્યાન આપવાવાળી વાત એ છે કે ઢોંગી તાંત્રિકનું આ નાટક જિલ્લાના હોસ્પિટલ પરિસરમાં કેટલાક કલાકો સુધી ચાલતું રહ્યું અને ત્યાં હાજર લોકો ઉભા રહીને તમાશો જોતા રહ્યા.
આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 25 વર્ષની અર્ચના આઠ મહિનાના ગર્ભ થી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખુબ જ બિમાર રહેતી હતી. તેને બૂંદેલખંડ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પરંતુ શનિવારે તેનો પરિવાર એક તાંત્રિકને લઈને પહોંચી ગયા. તેના પરિવારને શંકા હતી કે અર્ચના પર કોઈ ચુડેલનો સાયો છે. એટલા માટે તેને ડોક્ટરની નહીં પરંતુ તાંત્રિકની જરૂર છે.

જયારે તાંત્રિક હોસ્પિટલ પહોંચ્યો ત્યારે પહેલા તો તેને પૂજા કરી પછી તેને અર્ચનાને થપ્પડ મારવાનું ચાલુ કરી દીધું. એટલું જ નહિ પરંતુ તેને અર્ચનાના વાળ પકડીને તેને કેટલીય મિનિટ સુધી જમીન પર ઘસેડી.
અંધવિશ્વાસના નામ પર થતા આ ક્રૂર મજાકને હોસ્પિટલમાં હાજર લોકો જોતા જ રહ્યા. પરંતુ કોઈએ પણ તેને રોકવાની કોશિશ ના કરી. આ ઘટનાને જોતા રહેવામાં ત્યાંનો હોસ્પિટલ સ્ટાફ પણ હતો.
આ આખી ઘટના હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થઇ હતી. ત્યારપછી તે સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ હોસ્પિટલ પ્રબંધકએ મીડિયાને કહ્યું છે કે તેઓ આખી ઘટનાની જાંચ કરશે અને જે દોશી હશે તેને સજા પણ આપશે.












Click it and Unblock the Notifications
