For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: લદ્દાખમાં ચીનને પરાસ્ત કર્યા બાદ ડાંસ કરતા સ્પેશિયલ ફોર્સના તિબેટિયન સૈનિક

જવાનોનો હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં આ જવાન ચીનને જડબાતોડ જવાબ આપ્યા બાદ જશ્ન મનાવતા દેખાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લદ્દાખમાં ચીન બૉર્ડર પર અત્યારે સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. 29 અને 30 ઓગસ્ટની રાતે ચુશુલમાં ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ) સાથે ભારતીય સેનાના જવાનોની ઝડપ થઈ છે. સૂત્રોની માનીએ તો આ વખતે તણાવ 15 જૂનથી ઘણો વધુ હતો. ચીનને ભારતીય સેનાની એ સ્પેશિયલ ફ્રંટિયર ફોર્સ(એસએફએફ)એ જડબાતોડ જવાબ આપ્યો છે જેની શરૂઆત નવેમ્બર 1962માં થઈ હતી. આ સ્પેશિયલ રેજીમેન્ટને 7 વિકાસ તરીકે જાણે છે અને આમાં મોટાભાગના જવાન તિબેટના જ નિર્વાસિત નાગરિક હોય છે. આ જવાનોનો હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં આ જવાન ચીનને જડબાતોડ જવાબ આપ્યા બાદ જશ્ન મનાવતા દેખાઈ રહ્યા છે.

વિકાસ બટાલિયનની દેખરેખમાં ચાલ્યુ ઑપરેશન

વિકાસ બટાલિયનની દેખરેખમાં ચાલ્યુ ઑપરેશન

આ વીડિયોમાં એક ધૂન પર જવાન ડાંસ કરતા દેખાઈ રહ્યા છે. તેમની પાસે જ તિબેટનો ઝંડો પણ લહેરાઈ રહ્યો છે. અમુક અધિકારીઓ અને જવાનોને ડાંસ કરતા જોઈ શકાય છે. ઉત્તરાખંડના ચકરાતામાં એસએસએફનુ હેડક્વાર્ટર છે. 15 જૂને જ્યારે ગલવાન ઘાટીમાં ચીની જવાનોએ હરકત કરી હતી તો 16 બિહાર રેજીમેન્ટ સાથે તેમનો સામનો થયો હતો. આ વખતે સેનાની 7 વિકાસ સ્પેશિયલ ફ્રંટિયર ફોર્સ(એસએસએફ) સાથે ચીનનો સામનો થયો છે. જે માહિતી અમને સેનાના સૂત્રો તરફથી આવી છે તે મુજબ 7 વિકાસની આગેવાની ટકરાવ સમયે તિબેટી મૂળના અધિકારી કરી રહ્યા હતા. જ્યારે બાકી જવાન પણ તિબેટના જ છે.

સેનાએ નિષ્ફળ કર્યો ચીનનો પ્લાન

7 વિકાસ પાસે ચુશુલની સુરક્ષાની જવાબદારી છે અને આમાં મોટાભાગે તિબેટના જ મૂળ નિવાસી હોય છે. પેંગોંગ ઝીલના દક્ષિણ ભાગમાં ઉંચાઈ પર સ્થિત ચોટીઓ પર ભારતે ફરીથી કબ્જો કરી લીધો છે. રણનીતિક રીતે આ ચોટીઓ ભારત માટે ઘણી મહત્વ ધરાવે છે. આ આખા ઑપરેશનને વિકાસ બટાલિયનની દેખરેખમાં ચલાવવામાં આવ્યુ છે. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના જવાનોએ શનિવારની રાતે પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારે સ્થિત ઉંચી ચોટીઓ પર કબ્જો કરવાની કોશિશ કરી હતી. પરંતુ ભારતીય સેનાએ આ પ્રયાસને નિષ્ફળ કરી દીધો.

ભારતને સલાહ આપવા લાગ્યુ ચીન

ભારતને સલાહ આપવા લાગ્યુ ચીન

જણાવવામાં આવી રહ્યુ છે કે ભારતે ફરીથી એ રેકિન પર કબ્જો કરી લીધો છે જે સન 1962ના યુદ્ધમાં તેના હાથમાં જતો રહ્યો હતો. રેકિન, રેજાંગ લા પાસની નજીક છે અને તે 17493 ફૂટની ઉંચાઈ પર છે.અહીંથી સ્પાનગ્ગુર ઝીલ અને S301 દેખાય છે. ચીન તરફથી પણ અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ છે અને તેમાં પણ એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. પીએલએના વેસ્ટનર્પ થિયેટર કમાંડ તરફથી જે નિવેદન આવ્યુ છે તેમાં કહેવામાં આવ્યુ છે કે ભારતની સેનાએ ગેરકાયદેસર રીતે એલએસી પાર કર્યુ અને રેકિન માઉન્ટેન પાસે પોતાના નિયંત્રણમાં લઈ લીધુ. વેસ્ટર્ન થિયેટર કમાંડના પ્રવકતા કર્નલ ઝાંગ શુલી તરફથી જારી કરવામાં આવ્યુ છે.

15,000 ફૂટ પર ટેન્શન

15,000 ફૂટ પર ટેન્શન

કર્નલ શુલીએ કહ્યુ છે કે ભારતે બૉર્ડર પર તણાવ વધારી દીધો છે. ચીનનુ કહેવુ છે કે તે રેકિન પાસે ભારતના નિયંત્રણનો વિરોધ કરે છે. ચીને ભારતને અપીલ કરી છે કે તે પોતાની સેનાને અહીંથી તરત જ હટાવવાના આદેશ જારી કરે. સાથે જ કહ્યુ છે કે ભારત પોતાના ફ્રંટલાઈન ટ્રુપ્સને નિયંત્રણમાં રાખે. ચીને આ સાથે જ ભારતને સલાહ આપી છે કે તે એ સમજૂતીનુ પાલન કરે જેના પર શાંતિ અને સ્થિરતાની સંમતિ બની હતી. ચુશુલ સેક્ટરમાં પેંગોંગ ત્સો અને સ્પાંગ્ગુરર ગેપ વચ્ચે અત્યારે તણાવની સ્થિતિ છે. અહીં જણાવવામાં આવી રહ્યુ છે કે પીએલએના જવાનોની ભારતીય જવાનો સાથે હિંસા થઈ છે. આ જગ્યા 15,000 ફૂટ પર છે.

ગુજરાતઃ કોંગ્રેસે અમૂલ ડેરી બોર્ડ ઑફ ડાયરેક્ટર ચૂંટણી જીતીગુજરાતઃ કોંગ્રેસે અમૂલ ડેરી બોર્ડ ઑફ ડાયરેક્ટર ચૂંટણી જીતી

English summary
Video: Tibetan troops celebrate after giving a hard reply to China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X