Video: લાંચના પૈસાની વહેંચણી દરમિયાન લડી પડ્યા પોલીસકર્મીઓ
તમે હંમેશા પોલીસને ચેકીંગના બહાને રસ્તા પર ખુલ્લેઆમ પૈસા લેતા જોયા હશે. ટ્રક કે પછી બીજી ગાડીઓને રોકીને તેમની પાસેથી પૈસા લેતા પણ જોયા હશે. પરંતુ અહીં 2 પોલીસકર્મીઓ લાંચની રકમના ભાગલા પાડવા દરમિયાન જબરજસ્ત લાતો અને મુક્કાઓનું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળ્યું હશે.

2 પોલીસકર્મીઓ લાંચની રકમ ના ભાગલા પાડવાને લઈને લખનવના રસ્તા પર ખુલ્લેઆમ લાતો અને મુક્કાઓ મારીને એકબીજા સાથે લડવા લાગ્યા હતા. પોલીસવાળા ની આ હરકતને પાસે ઉભેલા એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી.
મળતી માહિતી મુજબ વીડિયો માં જે 2 પોલીસકર્મીઓ લડી રહ્યા છે તેમાંથી એક સિપાહી વીરેન્દ્ર સિંહ યાદવ છે. જ્યારે બીજો હોમગાર્ડ અનુજ છે. જાણકારી મુજબ બંને પૈસાના ભાગલા પાડવાના મુદ્દે લડી પડ્યા હતા.












Click it and Unblock the Notifications
