Video: વરસાદના કારણે પડ્યો ભૂવો, એક પછી એક વાહનો ફસાયા
ગુજરાત જેવા જ હાલ હરિયાણાના વરસાદ પડતા થવા લાગી ભૂવાને સમસ્યા. ખાડા પડવાના કારણે ફસાયા વાહનો. જુઓ આ વીડિયો.
હરિયાણાના ફરીદાબાદનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતની જેમ અહી પણ ઠેર ઠેર પાણી ભરાયા છે અને રસ્તા વચ્ચે અનેક જગ્યાએ ભૂવા પણ પડ્યા છે. ત્યારે રસ્તામાં વરસાદના લીધે પડેલા આ ખાડા હવે આવતા જતા લોકો માટે જીવલેણ સાબિત થઇ રહ્યા છે. અને આવું જ કંઇક ખરેખરમાં આ વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે. ફરીદાબાદની એક દુકાનમાં લાગેલા સીસીટીવીના કારણે આ વાત બહાર આવી છે. વીડિયોમાં ફરીદાબાદના રસ્તા પર પાણી ભરાયા પછી એક પછી એક વહાનો તેના ખતરનાક રીતે પડી રહ્યા છે.

પહેલા એક બાઇક ચાલક આંચકા સાથે પડી જાય પછી પાછળથી રીક્ષાનું ટાયર પણ ખાડામાં ભસાતા રીક્ષા એક બાજુ નમી જાય છે. એટલે ગુજરાત હોય કે હરિયાણા અને અમદાવાદ હોય કે ફરીદાબાદ પ્રશાસન તો હોતી હૈ ચલતી હૈની નીતિ પર જ ચાલે છે. અને તેમાં મુશ્કેલી વેઠવી પડે છે સામાન્ય લોકોને. ત્યારે વરસાદી પાણીના લીધી થયેલા ખાડાના કારણે કેવી રીતે એક પછી એક લોકો અહીં ફસાઇ રહ્યા છે તેનો વીડિયો જુઓ અહીં...
#WATCH: Vehicles fall in an open sewer at waterlogged Sarai Khwaja Market in Faridabad, Haryana. pic.twitter.com/8CimjiEbGT
— ANI (@ANI_news) July 17, 2017












Click it and Unblock the Notifications
