For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મહિલાઓને ખરાબ નજરે જોતા થાક્યા ના હોવ! તો જુઓ આ

એક મહિલાની નજરથી જુઓ શું થાય છે જ્યારે પુરુષો તેને ગંદી નજરોથી જુઓ છે. પુરુષો જો ગંદી રીતે સ્ત્રીઓને જોવાનું બંધ કરી દે તો સ્ત્રીની અનેક મુશ્કેલીઓ ઓછી થઇ શકે છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢમાં ભાજપના નેતા દ્વારા આઇએએસ અધિકારીની પુત્રી સાથે થયેલી છેડછેડા અને આ પહેલા નિર્ભયા કાંડ જેવા અનેક કિસ્સાઓ તે કહેવા માટે પૂરતા છે ભારતમાં મહિલાઓનું જીવવું સરળ નથી. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં મહિલા કપડા, દેખાવ પર વાંધો ઉઠાવવામાં આવે છે. પણ એક સર્વે મુજબ બુરખો પહેરેલી સ્ત્રીની સાથે પણ છેડછાડના કિસ્સા બને છે અને ફ્રોક પહેરનાર નાની નાની માસૂમ બાળકીઓ સાથે પણ. જો કે સામાન્ય રીતે આ તમામ માટે સ્ત્રીઓનો વાંક સૌથી પહેલા નીકળવામાં આવે છે. પણ જો પુરુષો પોતાની માનસિકતા બદલે અને સ્ત્રીઓને એક ભોગની વસ્તુ ના સમજે તો ખરેખરમાં પુરુષો દ્વારા કરવામાં આવેલા આ નાનકડો પ્રયાસ અનેક છોકરીઓનો આત્મવિશ્વાસને વધારી તેમનું જીવવું સરળ કરી શકે છે.

woman

તમે કોઇ પણ સ્ત્રીને પૂછી જુઓ, એક કિસ્સો તો તેની પાસે કહેવા માટે હશે કે કોઇ પુરુષે તેને ગંદી રીતે જોઇ હતી, કે ગંદી રીતે અડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હાલમાં જ એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા ચાલી રહી છે અને જેમ જેમ પુરુષો તેને ગંદી રીતે જોતા જાય છે તેમ તેમ તેના કપડા થોડા થોડા ફાટતા જાય છે. આ વીડિયો તમામ મહિલાઓની માનસિક સ્થિતિને ખૂબ જ સંવેદનશીલ રીતે વ્યક્ત કર્યું છે. ત્યારે આ વીડિયો જુઓ અહીં. કદાચ તે જોઇને તમે સ્ત્રીઓ ગંદી રીતે જોવાનું બંધ કરી શકો?

English summary
When Girls Cloths Ripped off on the road, Shocking Video force you to think about it. This video goes viral on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X