For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: શપથ ગ્રહણ બાદ મુલાયમે મોદીના કાનમાં શું કહ્યું?

મુલાયમ અખિલેશનો હાથ પકડીને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે લઇ ગયા. મુલાયમે પહેલા જાતે પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો અને પછી તેમના કાનમાં કંઇક વાત કરી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી પોતાના પદ પર આરૂઢ થઇ ગયા છે. ગોરખપુરથી પાંચ વાર સાંસદ રહી ચૂકેલાં યોગી આદિત્યનાથે રવિવારના રોજ લખનઉમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. આ શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપ શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યાં હતા. શપથ સમારંભ બાદ મંચ પર એક અનોખો નજારો જોવા મળ્યો હતો.

narendra modi, mulayam singh yadav

શપથ સમારંભ બાદ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ તેમના પુત્ર અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યા. મુલાયમ અખિલેશનો હાથ પકડીને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે લઇ ગયા. મુલાયમે પહેલા જાતે પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો અને પછી તેમના કાનમાં કંઇક વાત કરી હતી. ત્યાર બાદ તેઓ અખિલેશ યાદવને મંચ પર પીએમ મોદી પાસે લાવ્યા તથા અખિલેશે પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો. અખિલેશ યાદવે બે વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને બંન્ને વાર તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવ્યો હતો.

અહીં વાંચો - મોદી લહેરને રોકવા માટે મહાગઠબંધન જરૂરીઃ શરદ પવારઅહીં વાંચો - મોદી લહેરને રોકવા માટે મહાગઠબંધન જરૂરીઃ શરદ પવાર

શપથ પહેલાં પણ અખિલેશ યાદવે મંચ પર જઇ ધારાસભ્યો તથા પીએમ મોદીની મુલાકાત કરી હતી. શપથ સમારંભ બાદ તેઓ પોતાના પિતા મુલાયમ સિંહ યાદવ સાથે મંચ પર પીએમ મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળ્યા હતા. મુલાયમ સિંહ યાદવ અને અખિલેશે સકારાત્મક રાજનીતિનું પ્રદર્શન કરતાં યોગી આદિત્યનાથના શપથ સમારંભમાં હાજરી આપી હતી.

આ આખી ઘટનાનો વીડિયો જુઓ અહીં..

English summary
Samajwadi Party chief Akhilesh and his father Mulayam attended the swearing-in ceremony of Yogi Adityanath and meet PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X