વિજેન્દરે મારી સાથે 4-5 વાર ડ્રગ્સનું સેવન કર્યું હતું: રામ સિંહ

પંજાબ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રામ સિંહે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપીનું પદ ધરાવતા વિજેન્દર અને તેને કહલો દ્રારા આપવામાં આવેલ 1.3 ગ્રામ હેરોઇનનું સેવન કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર રામ સિંહે તેમને જણાવ્યું હતું કે તે પહેલાં કહલોને મળ્યા હતા. રામ સિંહે ફતેહગઢ સાહિબ પોલીસને જણાવ્યું હતું કે પહેલી વાર તેને ગત વર્ષે ડિસેમ્બરમાં લગભગ 2 ગ્રામ હેરોઇન આપવામાં આવ્યું હતું અને પૈસા પણ લીધા ન હતા.
ત્યારબાદ તેને અને વિજેન્દરે એક જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન 4-5 વાર ડ્રગ્સનું સેવન કર્યું હતું. રામ સિંહે એમપણ કહ્યું હતું કે વિજેન્દરે પહેલીવાર હેરોઇન ત્યારે લીધું હતું જ્યારે બંને ગાડીમાં ચંદીગઢથી પટિયાલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટસ જઇ રહ્યાં હતા.
જ્યારે ફતેગઢ સાહિબ એસએસપી એચ એસ માનનો સંપર્ક કર્યો તો તેમને રામ સિંહના નિવેદન પર ટિપ્પણી કરવાની મનાઇ કરી દિધી હતી દરેક બાજુએથી તપાસ કરવામાં આવી રહી છે. મોટાપાયે મળી આવેલા માદક પદાર્થોના કેસમાં ઝડપાયેલા કહલોએ આજે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેની સ્થિતી સારી છે.
બીજી તરફ પોલીસે ઓલંપિક પદક વિજેતા વિજેન્દર સિંહ સાથે કથિત સંબંધોની તપાસ કરી અને તેની ગેંગનો મુખ્ય માણસ બતાવવામાં આવી રહ્યો છે એક પૂર્વ ડીએસપીને પકડવા માટે રેડ પાડી હતી.












Click it and Unblock the Notifications
