For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રામજનોએ નોકરીની માંગ સાથે જે કે સિમેન્ટના પ્લાન્ટમાં આગ ચાંપી, 600 કરોડનું નુકસાન

|
Google Oneindia Gujarati News

j-k-lakshmi-cement
રાયપુર, 5 માર્ચ : છત્તીસગઢમાં 4 એપ્રિલ, 2013, ગુરુવારની રાત્રે ગ્રામજનોએ જે કે લક્ષ્મી સિમેન્ટના બંધાઇ રહેલા પ્લાન્ટમાં આગ ચાંપી દીધી છે. રાજ્યમાં કોઇ ઔદ્યોગિક કંપનીમાં આગ ચંપવાની આ પહેલી ઘટના નોંધવામાં આવી છે. આ ઘટનાથી ઉદ્યોગજગતમાં આધાત વ્યાપી ગયો છે. આ ઘટના સંદર્ભે મુખ્યમંત્રી રમણસિંહે તપાસનો આદેશ આપી દીધો છે.

આગચંપીની ઘટનામાં નંદિની પોલીસે શુક્રવારે ત્રણ મહિલાઓ સહિત 80 લોકોની ધરપકડ કરી છે. પોલીસ કાર્યવાહીના વિરોધમાં આક્રોશે ભરાયેલા લોકોએ નંદિની પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કર્યો અને ધરપકડ કરવામાં આવેલા લોકોને તત્કાલ છોડી મૂકવા માંગ કરી હતી. આ ઘેરાવ કરવામાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતા.

આ ફેક્ટરી દુર્ગ જિલ્લાના આહીવરા પાસે મલપુરી ગામમાં આવેલી છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો સ્થાનિક લોકોને ફેક્ટરીમાં રોજગાર આપવાની માંગ કરી રહ્યા હતા. આ વિવાદ વકરતા ગામ લોકોએ ફેક્ટરીના આધુનિક ઉપકરણો સહિત 40 ગાડીઓને આગ ચાંપી દીધી હતી. ફેક્ટરી મેનેજમેન્ટ આગ ચંપીને કારણે રૂપિયા 600 કરોડનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે.

આ ઘટના સમયે આગ લાગતી રોકવાનો પ્રયાસ કરતા ગ્રામજનોએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો જેમાં 5 પોલીસ કર્મી સહિત 11 લોકો ઘાયલ થયા હતા. ભીડનો ઉગ્ર આક્રોશ જોતા તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી હતી.

ગ્રામજનોએ જામુલ પોલીસના એક વાહનને પણ આગ લગાવી હતી.પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે હવામાં ગોળીબાર કરતા ભીડ વિખેરાઇ હતી. ભીડ ભાગી ત્યાં સુધી ફેક્ટ્રીમાં ભારે આગ લાગી ગઇ હતી. આગ નિયંત્રિત કરવા માટે ભિલાઇ અને રાયપુર ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી.

કહેવામાં આવે છે કે ગ્રામજનો 14 ફેબ્રુઆરીથી આંદોલન કરી રહ્યા હતા. આંદોલન કરી રહેલા 200થી વધારે લોકોએ જુદા જુદા દળોમાં વહેંચાઇને ફેક્ટરી પર હુમલો કર્યો હતો. આ જૂથમાં 50 મહિલાઓ પણ સામેલ હતી. તેઓ 3 ગેટમાંથી અંદર ઘૂસ્યા હતા. મોટા ભાગના લોકો પાસે હાથમાં લાઠી ડંડા હતા અને અનેક લોકો પાસે પેટ્રોલ બોમ્બ અને કેરોસિનના કેરબા હતા.

ગ્રામીણોની આક્રમકતા જોઇને સિક્યુરિટી ગાર્ડ નાસી છૂટ્યા હતા. ગ્રામજનોએ પહેલા ઇમ્પોર્ટ મટીરિયલના ગોદામમાં આગ ચાંપી હતી. માત્ર એક જ કલાકમાં તેમણે ત્યાં મૂકેલી મોટા ભાગની મશીનો અને ગાડીઓ સળગાવી દીધા હતા.

English summary
Villagers set on fire J K Lakshmi cement plant in Chhattisgarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X