For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોડ નહીં તો વોટ નહીં, અમેઠીમાં ગામના લોકોએ બેનર લગાવ્યું

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના ચૂંટણી મેદાનમાં ઉતારવાની સાથે ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા સીટ ચોક્કસ વીવીઆઈપી બની ચુકી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના ચૂંટણી મેદાનમાં ઉતારવાની સાથે ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા સીટ ચોક્કસ વીવીઆઈપી બની ચુકી છે. પરંતુ અહીંના હાલાત હજુ પણ સારા નથી. સ્થિતિ એવી છે કે ગામોમાં સંપર્ક માર્ગ પણ નથી. અહીં અમે ગૌરીગંજ વિધાનસભા ક્ષેત્રના મુસાફીરખાના ચોકીમાં આવતા કૈલાશપુર ગામ વિશે વાત કરી રહ્યા છે. અહીં જનસંપર્ક માર્ગ નહીં હોવાને કારણે ગુસ્સે થયેલા ગ્રામીણોએ રોડ નહિ તો વોટ નહીં બેનર લગાવીને મતદાનનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે.

આ પણ વાંચો: કોંગ્રેસથી મળેલી ઈજ્જત, પ્રેમ અને તાકાત પચાવી ના શક્યા અલ્પેશ ઠાકોર: હાર્દિક પટેલ

શુ કહે છે ગ્રામીણો

શુ કહે છે ગ્રામીણો

ગ્રામીણોનું કહેવું છે કે દાદરાથી કૈલાશપુર સુધી સમ્પર્કમાર્ગ નિર્માણ કરવાની માંગ પહેલાથી જ કરવામાં આવી હતી. ગયા વર્ષે વિધાયક રાકેશ પ્રતાપ સિંહએ લોક નિર્માણ વિભાગને એક પત્ર લખ્યો હતો. તેમને આ મામલે ફરિયાદ કરી હતી પરંતુ તેનો કોઈ જ ઉકેલ નહીં આવ્યો.

ચૂંટણી બહિષ્કાર કરવાનું એલાન

ચૂંટણી બહિષ્કાર કરવાનું એલાન

ગ્રામીણો અનુસાર આઝાદીના 75 વર્ષ પછી પણ તેમના ગામની હાલત એવી જ છે. અહીં આવવા અને જવા માટે કોઈ જ રસ્તો નથી. લોકો વોટ બરાબર આપે છે, નેતા આવે છે, સાંત્વના આપે છે અને ચાલ્યા જાય છે. ત્યારપછી કોઈ સાંભળતું નથી. એટલા માટે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીયે છે.

શુ કહે છે અધિકારી?

શુ કહે છે અધિકારી?

ડીએમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને આ બાબતે કોઈ જ સૂચના નથી. તેમને કહ્યું કે મતદાન કરવું તે ફક્ત મતદાતાનું કર્તવ્ય જ નહિ પરંતુ તેનો અધિકાર પણ છે. તેમને કહ્યું કે આખો વિવાદ તેમના ધ્યાનમાં આવ્યો છે, તેઓ એસડીએમને મોકલીને સમસ્યાનું નિરાકરણ કરાવશે. તેઓ સંકલ્પ પત્ર ભરાવશે અને તેમને મતદાન માટે પ્રેરિત પણ કરશે.

English summary
villagers in amethi threat to boycott lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X