
વિંદૂએ મને સટ્ટેબાજીની લાલચ આપી હતી: મયપ્પન
પોલીસે વિંદૂ દારા સિંહની સાથે ફોન પર થયેલી વાતચીતની તપાસ કરવા માટે મયપ્પનની અવાજના નમૂના લીધા હતા. ક્રાઇમ બ્રાંચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે 'ગુરૂનાથ અને વિંદૂ દારા સિંહને સામને-સામને બેસાડી પુછપરછ કરવામાં આવી હતી. 21 મેના રોજ પોતાની ધરપકડ બાદ વિંદૂ દારા સિંહે પોલીસને જણાવ્યું હતુ6 કે તેને મયપ્પન માટે સટ્ટેબાજી કરી હતી.
બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનના જમાઇ મયપ્પની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તે 29 મે સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. વિંદૂ દારા સિંહ આઇપીએલની મેચો દરમિયાન સતત મયપ્પનના સંપર્કમાં હતા અને તેને પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું કે ચેન્નઇ સુપર કિંગ્સના માલિક મયપ્પને સટ્ટેબાજીમાં એક કરોડ ગુમાવ્યા હતા.
મયપ્પનની કસ્ટડીની માંગ કરતાં ક્રાઇમ બ્રાંચે સ્થાનિક કોર્ટમાં કહ્યું હતું કે તેને રમતને ફિક્સ કર્યા બાદ આઇપીએલ મેચો પર સટ્ટો લગાવ્યો હતો. પોલીસની રિમાંડની અરજી મુજબ 'પહેલાં એક મેચ ફિક્સ કરવામાં આવી હતી, ત્યારબાદ મયપ્પને આ મેચો પર સટ્ટો લગાવ્યો હતો. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓના અનુસાર પોલીસ સટ્ટેબાજીના નેટવર્કને ધ્વસ્ત કરી શકે છે કારણ કે વિંદૂ દારા સિંહે કેટલાક સ્થાનિક સટોડિયાઓના નામ લીધા છે જેના માધ્યમથી તેને સટ્ટો લગાવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચે સટ્ટેબાજ પવન અને સંજય જયપુર વિરૂદ્ધ શોધખોળ એજંડા જાહેર કર્યો છે જે આ મહિનાની શરૂઆતમાં છ સટ્ટેબાજો પોલીસ ધરપકડમાં આવ્યા બાદ તાત્કાલિક વિંદૂ દારા સિંહની મદદથી દુબઇ ભાગી ગયા હતા.