Vinesh Phogat Net Worth : કેટલી સંપતિની માલકિન છે વિનેશ ફોગાટ? જાણો કલેક્શનમાં કઈ કઈ ગાડીઓ છે?
Vinesh Phogat Net Worth : ઓલિમ્પિક સ્ટાર વિનેશ ફોગાટ જલ્દી હરિયાણા વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહી છે. જણાવી દઈએ કે વિનેશ ફોગાટ કરોડોની માલકિન છે.
હાલમાં જ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા છે. હવે વિનેશ અને બજરંગ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.

જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિક 2024 બાદ વિનેશ ફોગાટની બ્રાન્ડ વેલ્યુમાં જબરદસ્ત વધારો થયો છે. વિનેશને 15 પ્રખ્યાત બ્રાન્ડની જાહેરાતો મળી છે.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, વિનેશ ફોગાટની સંપત્તિ 36.5 કરોડ રૂપિયા છે. વિનેશ ફોગાટ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. તેને 1.1 મિલિયન લોકો ફોલો કરે છે. વિનેશ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અથવા રીલ માટે 2 થી 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
વિનેશ ફોગાટને કારનો પણ શોખ છે. વિનેશ પાસે ટોયોટા ફોર્ચ્યુનર, ટોયોટા ઈનોવા અને મર્સિડીઝ બેન્ઝ જીએલઈ જેવી કાર છે, જેની કિંમત 1.8 કરોડ રૂપિયા છે.
પેરિસ ઓલિમ્પિક 2024 પછી ફોગાટની એન્ડોર્સમેન્ટ ફી 25 લાખ રૂપિયાથી વધીને 1 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વિનેશ ફોગાટે ઓલિમ્પિકની શરૂઆત પહેલા NIKE સ્પોર્ટસવેર અને કન્ટ્રી ડીલાઈટ ડેરીની જાહેરાત કરી હતી.
વિનેશ ફોગાટને સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભારતીય રેલ્વેમાં OSD સ્પોર્ટ્સ પર પોસ્ટ હતી. કોંગ્રેસમાં જોડાતા પહેલા વિનેશે પોતાની સરકારી નોકરી છોડી દીધી છે. વિનેશને યુવા બાબતો અને રમત મંત્રાલય તરફથી માસિક ભથ્થા તરીકે લગભગ 6 લાખ રૂપિયા મળે છે.
હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના બલાલી ગામમાં 25 ઓગસ્ટ 1994ના રોજ રાજપાલ ફોગાટ અને પ્રેમ લતા ફોગાટના ઘરે જન્મેલી વિનેશ ફોગાટએ બાળપણમાં જ પિતા ગુમાવ્યા છે.
2018 કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટને વર્ષ 2020માં મેજર ધ્યાનચંદ ખેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. વિનેશ ફોગાટને વર્ષ 2016માં અર્જુન એવોર્ડ અને વર્ષ 2018માં પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે.
વિનેશ ફોગાટના ભાઈનું નામ હરવિંદર ફોગાટ અને બહેન પ્રિયંકા ફોગાટ છે. પ્રખ્યાત રેસલર બબીતા કુમારી, રિતુ ફોગાટ અને ગીતા ફોગાટ વિનેશના પિતરાઈ છે.












Click it and Unblock the Notifications
