For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન હિંસા, પોલીસકર્મી સહિત કેટલાક ઘાયલ!

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યા બાદ આજે બે સમુદાયના લોકો એકબીજા સામસામે આવ જતા અથડામણ થઈ હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 એપ્રિલ : દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યા બાદ આજે બે સમુદાયના લોકો એકબીજા સામસામે આવ જતા અથડામણ થઈ હતી. આ હંગામામાં પોલીસકર્મીઓ સહિત અનેક કેટલાક લોકો ઘાયલ થયા છે.

Violence during Hanuman Jayanti

અથડામણનું એક દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકબીજા પર પથ્થરમારો કરતા જોવા મળે છે અને પોલીસ દખલ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ પોલીસકર્મીઓ પાછળ પડી જાય છે. તમામ ઘાયલોને સારવાર માટે જહાંગીરપુરીની બાબુ જગજીવન રામ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી ડીસીપી અનિશ રોયે જણાવ્યું કે સરઘસ દરમિયાન હંગામો થયો હતો અને સરઘસમાં ભાગ લેનારાઓ પર પથ્થરમારો તેમજ આગચંપીની કેટલીક ઘટનાઓ સામે આવી છે. રોયે કહ્યું કે અમારા તમામ વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ક્યાં પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

English summary
Violence during Hanuman Jayanti procession in Delhi, some injured including policemen!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X