બિહારમાં બેકાબુ હિસા, સાસારામમાં બમ બ્લાસ્ટ, નાલંદામાં ગોળીબારી
બિહારના સાસારામમાં ફરી હિંસા ભડકી છે. અહિયા જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમા પાંચ લોકો ઘાયલ થયા હતા. ત્યાર તે લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવયા હતા. ગંભરી રીતે ઘાયલ થયેલા લોકોને બીએચયુ રેફર કરવામાં આવ્યા હતા. આ અંગે વધુ માહિતી આપતાં સાસારામના જિલ્લાધિકારી ધર્મેન્દ્ર કુમારે જણાવ્યુ હતુ કે, અમે લોકો અત્યારે બધા જ પહેલુ પર તપાસ કરી રહ્યા છીએ. વિસ્ફોટનું કારણ હજી સુધી જાણી નથી શકાયુ.

જણાવી દઈએ કે સાસરાના શેરગંજ વિસ્તારમાં હિંસા થઇ હતી. જ્યાં શનિવારે બોમ્બ બ્લાસ્ટ વચ્ચે હિંસક ઝડપ અને બે પક્ષો વચ્ચે વચ્ચે ફાયરીગ થવાની પણ માહિતી મળી હતી. આ સિવાય અહિયા પત્થરબાજી પણ થઇ હતી. સ્થિતિને જોતા સાસારામ નગરની તમામ શાળાઓને આગામી 5 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.
શનિવારે નાલંદા જિલ્લામાં બિહારશરીફના પહાડપુરા વિસ્તારમાં બે જુથ વચ્ચે હિંસા ભડકી હતી. આ દરમિયાન 12 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેના લીધે વિસ્તારમાં ડરનો માહોર બની ગયો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાઓને હોસ્પિટલે સારવારઅર્થે ખસેડવામાં આ્યા હતા. આ ઉપરાંત આ વિસ્તારમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.
ગુરુવારે રામનવમીના દિવસે જ્યારે શોભાયાત્રા નીકળી રહી હતી ત્યારે સાસારામ અને શરીફમાં સૌથી પહેલાં હિંસા ભડકી હતી. ત્યાર બાદ આ મામલે 45 લોકોની ઘરપકડ કરવામાં આવી છે. આ સિવાય નાલંદામાં ફાયરિંગની ખબર પણ સામે આવી છે. બરનોલિયા તથા પહાડપુરામાં ફાયરિંગ થયું હોવાના પણ અહેવાલો છે. પહાડપુરામાં થયેલા ફાયરિંગમાં પોલીસકર્મી સહિત 3 લોકો જખમી થયા હતા. જેમાથી એકનું મોત થઇ ગયું.












Click it and Unblock the Notifications
