Viral: છેડતી કરનાર વૃદ્ધની પ્લેનમાં ફરી ગઇ પથારી!
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: માનવતાને શરમાવે તેવી એક ઘટના ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં સામે આવી છે. અત્રે એક 62 વર્ષના વૃદ્ધ વ્યાપારીએ વિમાનમાં પોતાની બેટીની ઉંમરની એક યુવતી સાથે ગેરવર્તણૂંક કરી. વ્યાપારી મૂળ રીતે ભારતીય છે પરંતુ સિંગાપુરમાં રહે છે. પોલીસે છેડતીની ફરિયાદ દાખલ કરીને વ્યાપારીની ધરપકડ કરી લીધી છે.
ખાસ વાત એ છે કે યાત્રા દરમિયાન યુવતી સાથે છેડતી કરનારા આ વ્યાપારીની બધી હરકત વીડિયોમાં કેદ કરી લેવામાં આવી જે સોશિયલ મીડિયા પર વાયરલ બની ગયો. પોલીસે આરોપીનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો. પ્રાપ્ત જાણકારી અનુસાર આ ઘટના 27 જાન્યુઆરીની છે. ઝારખંડના બોકારોની રહેનારી એક યુવતી ઇન્ડિગો એરલાઇન્સથી મુંબઇથી ભુવનેશ્વર જઇ રહી હતી.

ત્યારબાદ સીઆઇએસએફ અધિકારી ઘટના સ્થળે આવી ગયા. મામલાની પ્રાથમિક તપાસ કર્યા બાદ આરોપીને સ્થાનીય પોલીસને સોંપી દેવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર, યુવતીએ શખ્સની આ ગંદી હરકત પર પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી તો વ્યાપારી ગભરાઇને હાથ જોડવા લાગ્યો અને પોતાનો ચહેરો કેમેરાથી છૂપાવવા લાગ્યો.
જુઓ વીડિયો












Click it and Unblock the Notifications
