For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Don't Angry Me: વીરભદ્રએ ''વિરતા'' બતાવતાં કેમેરો તોડવાની આપી ધમકી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

virbhadra-singh
શિમલા, 24 ઑક્ટોબર: કોંગ્રેસ નેતા અને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહ આરોપોથી ઘેરાયેલા છે. જો કે આ આરોપોના મુદ્દે પ્રશ્ન પૂછતાં તેમનો ગુસ્સો સાતમા આસમાને ચઢી ગયો હતો અને પત્રકારને કેમેરો તોડી નાખવાની ઘમકી આપી હતી.

પત્રકાર દ્રારા લાંચ લેવાના મુદ્દે લાગેલા આરોપો અંગે પ્રશ્ન પૂછતાં વીરભદ્રએ કહ્યું કે હું તારો કેમેરો તોડી નાંખીશ. તમારી પાસે આ સિવાય કોઇ કામ નથી? તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢતાં વીરભદ્ર સિંહે કહ્યું હતું કે 4 નવેમ્બરે યોજાનારી ચૂંટણી બાદ તે મુદ્દે ધ્યાન આપશે.

વીરભદ્ર સિંહ પર આરોપ છે કે તે જ્યારે સ્ટીલ મંત્રી હતા ત્યારે તેમને એક કંપની પાસે લાંચ લીધી હતી. ભાજપ ચૂંટણીમાં આ મુદ્દાને ચર્ચાનો વિષય બનાવવામાં કોઇ કસર છોડશે નહી. વીરભદ્ર સિંહ દ્રારા ચૂંટણી આયોગને આપેલા સોગંદનામા અને સુધારિત આવકવેરા રીટર્ન પછી ભાજપના પ્રહારો તેજ બની ગયા છે. એક સાથે ત્રણ વર્ષના સુધારિત આવકવેરા રીટર્નથે વીરભદ્રની આવક કેટલાય ગણી વધીને 6 કરોડ 57 લાખ રૂપિયા થઇ ગઇ છે.

English summary
Virbhadra Singh today threatened media personnel who quizzed him about recent allegations of corruption levelled against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X