• search

Pic: અહીં લગ્ન પહેલાં પાસ કરવું પડે છે કૌમાર્ય પરિક્ષણ!

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  નવી દિલ્હી, 29 જુલાઇ: એકસમયે સોવિયત સંઘનો ભાગ રહેલા જોર્જિયામાં એવા કિસ્સા જોવા મળી રહ્યાં છે. જેમાં નવવધૂને લગ્ન પહેલાં અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. અહીંયા છોકરીઓને લગ્ન પહેલાં પોતાના કુંવારાપણાની પરીક્ષા આપવી પડે છે. ઇમેડી ટીવીના સમાચાર અનુસાર જોર્જિયામાં 'ધ ઇન્ડિપેન્ડેન્ટ નેશનલ ફોરેન્સિક બ્યૂરો'એ 'કૌમાર્ય પરીક્ષણ' સેવાની માંગણી 69 પાઉન્ડ એટલે કે લગભગ છ હજાર રૂપિયામાં કરવામાં આવી છે.

  આટલું જ નહી તેનો ઉપયોગ કરી રહેલો વ્યક્તિ ટેસ્ટ જલદી કરવા માંગે છે, તો તેને બેગણી રકમ ચૂકવવી પડે છે. રાષ્ટ્રીય આંકડા અનુસાર આ રકમ તે ખર્ચ કરતાં મોતી છે, જે સરેરાશ એક વ્યક્તિ મહિનાની અંદર ખર્ચી નાંખે છે. 'કૌમાર્ય ટેસ્ટ'ની સેવા લેનાર મોટાભાગે મહિલાઓ સાથે તેમના સબંધી, તેમના ભાવિ પતિ અને ક્યારે તો સાસુ-સસરા પણ હોય છે. મેડિકલ મુદ્દોની સમજણ ધરાવનાર એક જાણકાર એકા શાવલેશ્વિલીએ ઇમેડી ટીવીને આ પારંપરિક ઇસાઇ દેશમાં લગ્ન પહેલાં કુંવારાપણા સાથે જોડાયેલા વિભાવનાઓને ઉંડાઇપૂર્વક જમાવેલી છે.

  જો કે કૌમાર્ય પરીક્ષણને લઇને દરેક ખુશ નથી. ટીવીને આપેલા ઇન્ટરવ્યુંમાં એક મહિલાએ તેને 'ઘૃણાસ્પદ' ગણાવી હતી. કેટલીક છોકરીઓનું કહેવું છે કે જો મને કોઇની સાથે સારી જીંદગી પસાર કરવી છે, તો તેને મારી પર વિશ્વાસ કરવો જોઇએ. ઇન્ટરનેટ પર પણ 'કૌમાર્ય પરિક્ષણ' સેવાની ખૂબ મજાક ઉડાવવામાં આવી છે. આ મુદ્દે ઇન્ટરનેટ પર આઇડી કાર્ડ (ઓળખ પત્ર)ના ફોટાનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ આઇડી કાર્ડમાં કુંવારાપણાની સ્થિતીને બતાવવા માટે એક ખાલી જગ્યા રાખવામાં આવી છે.

  પશ્વિમી દેશો વિશે વાંચીને તમને આશ્વર્ય લાગ્યું નહી હોય, પરંતુ આ જાણીને તમારા હોંશ ઉડી જશે કે આવું ચલણ ભારતના કેટલાક રાજ્યોમાં પણ છે, તે પણ હિન્દુ ધર્મમાં. અહીં અમે તાજેતરમાં જ મધ્યપ્રદેશના બેતૂલ જિલ્લામાં આયોજિત સમૂહલગ્નનું ઉદાહરણ આપીશું. ગત મહિને આયોજિત આ સમૂહલગ્ન સમારોહમાં સામેલ 350 દુલ્હનોનો કૌમાર્ય ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વિરોધ થયો તો જિલ્લા કલેક્ટર રાજેશ મિશ્રને તપાસના આદેશ આપવામાં આવ્યા.

  હરિયાણા-રાજસ્થાનમાં પણ પરિક્ષણ

  હરિયાણા-રાજસ્થાનમાં પણ પરિક્ષણ

  અમે તમને જણાવી દઇએ કે આજે પણ રાજસ્થાન અને હરિયાણામાં આંતરિયાળ વિસ્તારોમાં રહેનાર રૂઢીવાદ લોકો લગ્ન પહેલાં કૌમાર્ય ટેસ્ટ કરાવે છે. આ પ્રથાના અંતગર્ત છોકરાના ઘરની કોઇપણ મહિલા લગ્ન પહેલાં છોકરીનું પરીક્ષણ કરાવે છે.

  ચર્ચમાંથી મળે છે કૌમાર્ય ટેસ્ટ સર્ટિફિકેટ

  ચર્ચમાંથી મળે છે કૌમાર્ય ટેસ્ટ સર્ટિફિકેટ

  દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં સ્થિત કેટલીક ચર્ચ દરે વર્ષે એક અભિયાન હેઠળ છોકરીઓના કૌમાર્યનું પરિક્ષણ કરે છે. આ અભિયાનમાં મોટાભાગે એવી છોકરીઓના પરિક્ષણ કરવામાં આવે છે, જેમના લગ્ન થવાના છે. જૂન 2013માં થયેલા પરીક્ષણ અભિયાનમાં 104 છોકરીઓએ ભાગ લીધો હતો, આ પરિક્ષણ બાદ છોકરીઓને એક સુંદર ડ્રેસ અને સર્ટિફિકેટ આપવામાં આવે છે. તેનો કોઇ ચાર્જ હોતો નથી. આ પરિક્ષણ દર વર્ષે જૂન-જૂલાઇ અને નવેમ્બર-ડિસેમ્બરમાં આયોજિત કરવામાં આવે છે. જો કોઇને વચ્ચે પરિક્ષણ કરાવવું હોય તો પણ કરાવી શકે છે.

  બ્રાજીલની વિદ્યાર્થીએ શિક્ષણ માટે કરી કૌમાર્યની હરાજી

  બ્રાજીલની વિદ્યાર્થીએ શિક્ષણ માટે કરી કૌમાર્યની હરાજી

  આ સમાચાર ઓક્ટોમ્બર 2012ના છે, જ્યારે બ્રાજીલની એક વિદ્યાર્થીએ ઓનલાઇન હરાજીના માધ્યમથી પોતાના કૌમાર્યની હરાજી કરાવી હતી, જેથી તે ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી શકે. 20 વર્ષીય વિદ્યાર્થી કેટરિના મિગલિયોરિનીએ આ હરાજી કરી તેમાં 15 ખરીદદાર આવ્યા. તેના કૌમાર્યની કિંમત 780,000 અમેરિકન ડોલર લગાવવામાં આવી હતી. તેને જાપાનના એક વ્યાપારીએ ખરીદી હતી. તેને બધા પૈસા ગરીબ વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણની ફી માટે દાન કરી દિધા હતા.

  અમેરિકન છોકરીનું કૌમાર્ય

  અમેરિકન છોકરીનું કૌમાર્ય

  યૂએસ સેન્ટર ફોર ડિજીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના 2007ના રિપોર્ટ અનુસાર 35 ટકા છોકરા-છોકરીઓ હાઇસ્કૂલમાં જ યૌન ક્રિયાઓમાં લુપ્ત થઇ ગયા છે. જ્યારે 47.8 ટકા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સંભોગ કરી ચૂક્યાં છે. અમેરિકાની છોકરીઓ 17 વર્ષની ઉંમરે કૌમાર્ય ગુમાવી દે છે.

  કઇ ઉંમરે ભંગ થાય છે ભારતીય છોકરીઓનું કૌમાર્ય

  કઇ ઉંમરે ભંગ થાય છે ભારતીય છોકરીઓનું કૌમાર્ય

  ડ્યૂરેક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ સેક્સ રિપોર્ટ કૌમાર્ય ભંગ થવાની ઉંમરમાં ભારત બીજા નંબરે છે. સૌથી ઉપર મલેશિયા છે, જ્યાં સરેરાશ 23 વર્ષની ઉંમરે કૌમાર્ય ભંગ થાય છે, જ્યારે ભારતમાં સરેરાશ 22.9 વર્ષની ઉંમરે કૌમાર્ય ગુમાવી દે છે. ત્રીજા નંબરે સિંગાપુર છે જ્યાં કૌમાર્ય ભંગ થવાની ઉંમર 22.8 છે.

  ચીનમાં કઇ ઉંમરે થાય છે કૌમાર્ય ભંગ

  ચીનમાં કઇ ઉંમરે થાય છે કૌમાર્ય ભંગ

  ડ્યૂરેક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ સેક્સ રિપોર્ટ અનુસાર ચીનમાં કૌમાર્ય ભંગ થવાની ઉંમર 22.1 છે, જ્યારે હોંગકોંગમાં 22.2, જાપાનમાં 19.4 વર્ષની ઉંમરે કૌમાર્ય ગુમાવી દે છે.

  મારા પુત્રનું કૌમાર્ય ભંગ તો કાર આપીશ

  મારા પુત્રનું કૌમાર્ય ભંગ તો કાર આપીશ

  આ અજબ-ગજબ સમાચાર ફિલેડૈલફિયાના છે, જ્યાં એક મહિલાએ જાહેરાત આપી હતી કે જે છોકરી હાવર્ડ યુનિવર્સિટીમાં ભણનાર પુત્રનું કૌમાર્ય ભંગ કરશે તો તેને કાર આપશે અને પૈસાથી ભરી દેશે. તેને જાહેરાતમાં પોતાના પુત્રનો ફોટો પણ લગાવ્યો હતો, જેના માટે છોકરીઓની લાઇન લાગી ગઇ હતી. આ જાહેરાત 16 જુલાઇ 2013ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

  કૌમાર્ય પર રિસર્ચ રિપોર્ટ

  કૌમાર્ય પર રિસર્ચ રિપોર્ટ

  એક રિસર્ચ અનુસાર 36 ટકા ટીનેજર્સ પહેલીવાર યૌન સંબંધ ઉત્સુકતાવશ સ્થાપિત કરે છે, જ્યારે 34 ટકાનું કહેવું છે કે તે પોતાની યૌન ઇચ્છા પૂરી કરવા માંગે છે, 28 ટકાએ કહ્યું હતું કે તેમને પહેલીવાર નજીક આવ્યા તો તેમના મનમાં ચાલી રહ્યું હતું કે તેમના સબંધ પ્રગાઢ હશે. 15 ટકા છોકરીઓના તેમના પાર્ટનર દ્વારા દબાણ કરવામાં આવ્યું.

  English summary
  Brides-to-be in Georgia are apparently undergoing "virginity inspections" before they tie the knot. This practice has been seen in Madhya Pradesh state of India also.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more