For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઐશ્વર્યા રાય મીમ મામલે વિવેક ઓબેરૉયે કહ્યુ, ‘કંઈ પણ ખોટુ નથી કર્યુ'

વિવેક ઓબેરૉયે ઐશ્વર્યા રાય વિશે ટ્વીટ કરાયેલા મીમને શેર કર્યુ ત્યારબાદ તે ખરાબ રીતે ટ્રોલ થવા લાગતા તેમણે કહ્યુ કે મે કંઈ ખોટુ નથી કર્યુ.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 ખતન થયા બાદ આવેલા એક્ઝીટ પોલ વિશે સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ વાયરલ થવા લાગ્યા. આમાંથી જ એક મીમ માટે બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરૉય ખરાબ રીતે ફસાઈ ગયા છે. વિવેક ઓબેરૉયે ઐશ્વર્યા રાય વિશે ટ્વીટ કરાયેલા મીમને શેર કર્યુ ત્યારબાદ તે ખરાબ રીતે ટ્રોલ થવા લાગ્યા. બોલિવુડની તમામ હસ્તીઓ ઉપરાંત મહારાષ્ટ્ર નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ વિવેકના વલણ પણ વાંધો દર્શાવ્યો છે. જો કે આ સમગ્ર વિવાદ માટે વિવેકનું વલણ ચોંકાવનારુ રહ્યુ. એએનઆઈ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યુ કે આ મામલાને ફાલતુમાં તૂલ આપવામાં આવી રહી છે. મે કંઈ ખોટુ નથી કર્યુ એટલા માટે માફીની વાત નથી આવતી.

આ પણ વાંચોઃ ગુજરાત રાજ્યનું ધોરણ 10નું પરિણામ જાહેર કરાયુ, પ્રથમ ક્રમે સુરત જિલ્લોઆ પણ વાંચોઃ ગુજરાત રાજ્યનું ધોરણ 10નું પરિણામ જાહેર કરાયુ, પ્રથમ ક્રમે સુરત જિલ્લો

લોકો તૂલ આપી રહ્યા છે

લોકો તૂલ આપી રહ્યા છે

વિવેક ઓબેરૉયે કહ્યુ કે મને ખબર નથી છેવટે લોકો આટલી નાની વાતને આટલી તૂલ કેમ આપી રહ્યા છે. તેમણે કહ્યુ કે કોઈએ એ મીમ શેર કરી હતી જેને જોઈને મને હસવુ આવી ગયુ. મને તેની આ રીત પસંદ આવી ત્યારબાદ મે એ ટ્વીટને શેર કરી દીધુ. તેમણે કહ્યુ કે એ મીમમાં જે લોકો છે તેમને તેનાથી કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ બાકીના લોકો તેને મુદ્દો બનાવી રહ્યા છે.

મે કંઈ ખોટુ નથી કર્યુ

મે કંઈ ખોટુ નથી કર્યુ

તેમણે મમતા બેનર્જી મીમ મામલે કહ્યુ કે દીદીએ તો આના માટે કોઈને જેલની અંદર સુદ્ધા નાખી દીધા હતા. અમુક લોકો મારી સાથે પણ આવુ જ કરવા ઈચ્છે છે. મહિલા પંચ દ્વારા આ મીમ વિવાદ પર વાંધો વ્યક્ત કરાયા બાદ વિવેક ઓબેરૉયે કહ્યુ કે હું મહિલા પંચની નોટિસની રાહ જોઈ રહ્યો છુ અને તેમને મળવા ઈચ્છુ છુ. તેમણે કહ્યુ કે મે કંઈ ખોટુ નથી કર્યુ અને આ જ વાત હું મહિલા પંચ સામે પણ કહેવા ઈચ્છુ છે.

તે કોઈ મહિલાનું અપમાન નહિ કરે

વિવેકે આ મામલે ટ્વીટ કરવા પર અભિનેત્રી સોનમ કપૂર માટે કહ્યુ કે તે કારણ વિના આમાં કૂદી રહી છે, તેને ટ્વીટરના બદલે પોતાની એક્ટિંગ પર ધ્યાન આપવુ જોઈએ. વિવેકે કહ્યુ કે તે દસ વર્ષથી મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે, તે કોઈ મહિલાનું અપમાન નહિ કરે.

English summary
vivek oberoi's response to aishwarya row that I have not done anything wrong
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X