ઈશા અંબાણીના લગ્નના 1.20 લાખ ફોટા પાડનાર ફોટોગ્રાફર વિવેકે જણાવી આ મોટી વાત
ઈશાના લગ્નમાં ફોટોગ્રાફીની જવાબદારી વિવેક સેકુરિયા પાસે હતી. કર્ણાટકના વિવેકની ટીમે લગભગ એક લાખ 20 હજાર ફોટા આ લગ્નના લીધા.
ગયા અઠવાડિયે દેશના સૌથી અમીર વેપારી મુકેશ અંબાણીની એકની એક દીકરી ઈશા અંબાણીના લગ્ન ચર્ચાઓમાં રહ્યા. દેશ અને દુનિયાના મોટા મોટા નામ આ લગ્નમાં શામેલ થયા. ઘણા દિવસો સુધી આ લગ્નની ઉજવણી ચાલી અને બહુ તડક-ભડક રહી. આ લગ્નમાં ફોટોગ્રાફીની જવાબદારી વિવેક સેકુરિયા પાસે હતી. કર્ણાટકના વિવેકની ટીમે લગભગ એક લાખ 20 હજાર ફોટા આ લગ્નના લીધા.

ઈશાના લગ્ન કવર કરવા જિંદગીનો મહત્વનો વળાંક
વિવેકે જણાવ્યુ કે એક ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી તે અને તેમની ટીમ આ લગ્નનો કવર કરતા રહ્યા. 47 વર્ષના વિવેકનું કહેવુ છે કે આ અસાઈમેન્ટથી તેમનું જીવન બદલાઈ ગયુ. વિવેકનું કહેવુ છે કે આ મારી જિંદગીની સૌથી મોટી ઈવેન્ટ હતી જે મે કવર કરી. તેમણે જણાવ્યુ કે જૂનમાં તેમને ડિસેમ્બરમાં એક ઈવેન્ટ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ પરંતુ તેઓ જાણતા નહોતા કે આ અંબાણીની દીકરીના લગ્ન માટે કહેવામાં આવી રહ્યુ છે.

મને કહેવામાં નહોતુ આવ્યુ કે કોના લગ્ન છે
વિવેકે ઈશાના લગ્નમાં પ્રીવેડિંગ, મહેંદી, ડાંસ અને બીજી સેરેમનીમાં એક લાખ વીસ હજાર ફોટા પાડ્યા છે. તે જણાવે છે, જૂનમાં મને એક વ્યક્તિએ કહ્યુ કે ડિસેમ્બર માટે એક ઈવેન્ટ છે. એ નહોતુ કહેવામાં આવ્યુ કે શું છે. ત્યારબાદ ઓક્ટોબરમાં મને આ કોન્ટ્રાક્ટ મળ્યો. ત્યારબાદ ડિસેમ્બરમાં તેમણે વર્ષના સૌથી તડક-ભડકવાળા અને મોંઘા લગ્ન કવર કર્યા.

આનંદ પીરામલ સાથે થયા ઈશાના લગ્ન
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકની એક દીકરી ઈશાના લગ્ન 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે એન્ટીલિયામાં સંપન્ન થયા જ્યાં આનંદ પીરામલ એકદમ બોલિવુડ અંદાજમાં અંબાણીના ઘરે જાન લઈને પહોંચ્યા હતા. લગભગ આખુ બોલિવુડ આ ભવ્ય લગ્નનો હિસ્સો બન્યુ હતુ.

ઉદયપુરમાં પણ થઈ રસમો
આ લગ્ન સાથે જોડાયેલી ઘણી બધી રસમો ઉદયપુરમાં સંપન્ન થઈ. કહેવામાં આવી રહ્યુ છે કે આ લગ્ન પર 10 કરોડ ડૉલર (723 કરોડ રૂપિયા) સુધી ખર્ચ થયા છે. ઈશા અને આનંદે લગ્ન બાદ બે રિસેપ્શન પણ આપ્યા.

જાણીતા લોકો થયા શામેલ
ઈશાના લગ્નમાં ખેલ જગતથી લઈને બોલિવુડ, રાજકારણ, બિઝનેસ સુધીના લગભગ દરેક ક્ષેત્ર સાથે જોડાયેલી મોટી મોટી હસ્તીઓ શામેલ થઈ. બોલિવુડ સ્ટાર્સની વાત કરીએ તો અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, આલિયા ભટ્ટ, આમિર ખાન, કિરણ રાવ, રજનીકાંત, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, અનિલ કપૂર, શિલ્પા શેટ્ટી, શાહિદ કપૂર, શાહરુખ ખાન સહિત તમામ સ્ટાર્સ શામેલ થયા. વળી, ક્રિકેટ જગતમાંથી સચિન તેંડુલકર અને તેમનો પરિવાર, હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરા પણ આ કાર્યક્રમમાં હાજર હતા.

રાજકારણના લોકો પણ પહોંચ્યા ઈશાના લગ્નમાં
ગૃહમંત્રી રાજનાથ સિંહ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, શરદ પવાર પણ ઈશાના લગ્નમાં શામેલ થયા. આ સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનની પત્ની હિલેકી ક્લિંટન પણ આ લગ્નમાં શામેલ થયા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
