બિહારના વિશેષ દરજ્જા માટે મોદીનો વોટ આપો: ભાજપ

પટણા, 10 માર્ચ: ભારતીય જનતા પાર્ટીની બિહાર એકમના નેતાઓએ મતદારોને આકર્ષિત કરવા માટે શનિવારે એક અભિયાન શરૂ કર્યું છે. પાર્ટીએ મતદારોને વાયદો કર્યો છે કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે તો રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવશે. આ વાયદા વિશે નરેન્દ્ર મોદીએ જો કે કંઇપણ કહ્યું નથી.

ભાજપના નેતાઓએ કહ્યું હતું કે આ મુખ્યમંત્રી નીતિશ કુમારની સંકલ્પ યાત્રાનો જવાબ આપવાના પ્રયત્ન હેઠળ કરવામાં આવ્યો છે. નીતિશ કુમારે કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા રાજ્યને વિશેષ દરજ્જો ન આપવાની વિરૂદ્ધ યાત્રા શરૂ કરી છે.

નરેન્દ્ર મોદીની પૂર્ણિયામાં યોજાનારી રેલીના એક દિવસ પહેલાં ભાજપના નેતાઓએ રવિવારે કહ્યું હતું કે વિશેષ દરજ્જાની માંગ ફક્ત તે જ પુરી શકે છે. પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સી પી ઠાકુરે કહ્યું હતું કે ''જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે તો તે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકે છે.'' પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે ''નરેન્દ્ર મોદી બીજાની અપેક્ષાએ બિહારની સમસ્યાઓને સારી રીતે સમજે છે.''

narendra-modi-60011

Did You Know: ભાજપ અને લોજપાની મિત્રતાથી બિહારની ભાજપ પાર્ટીમાં ઘણું ઘમાસણ ચાલી રહ્યું છે. બિહાર ભાજપના વરિષ્ઠ નેતાઓને ભાજપ અને પાસવાન સાથે સારું લાગી રહ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X