ગુજરાત સમેત 16 રાજ્યોની 58 રાજ્યસભા સીટો પર 23 માર્ચે ચૂંટણી

ગુજરાત સમતે 16 રાજ્યોમાં રાજ્યસભાની 58 સીટો માટે ચૂંટણી કરાવવામાં આવશે. 16 રાજ્યોની 58 બેઠકોની ચૂંટણી માટે 23 માર્ચે મતદાન થશે.

ચૂંટણી આયોગે જાહેરાત કરી છે કે એપ્રિલ અને મે 2018માં નિવૃત્ત થઇ રહેલા સદસ્યોની ખાલી પડેલી સીટો માટે રાજ્યસભાની ચૂંટણી કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે ગુજરાત સમતે 16 રાજ્યોમાં રાજ્યસભાની 58 સીટો માટે ચૂંટણી કરાવવામાં આવશે. 16 રાજ્યોની 58 બેઠકોની ચૂંટણી માટે 23 માર્ચે મતદાન થશે. અને નામાંકનની છેલ્લી તારીખ 12 માર્ચ રહેશે. ઉલ્લેખનીય છે કે આ રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની પણ ચાર રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી થશે. જેમાં આ વખતે કોંગ્રેસ પાસે વધુ બેઠકો હોવાના કારણે ભાજપની 3 બેઠકોના બદલે તેના ફાળે 2 બેઠકો અને કોંગ્રેસના ફાળે 2 બેઠકો આવે તેવી પણ સંભાવના રહેશે. વળી ગત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની એક માત્ર રાજ્યસભાની બેઠક અહેમદ પટેલની બેઠક મામલે ભારે વિવાદ ઊભો થયો હતો. ત્યારે હવે જોવાનું તે રહે છે કે આ રાજ્યસભાની ચૂંટણીમાં શું થાય છે.

election

ઉલ્લેખનીય છે કે આ રાજ્યસભાની ચૂંટણી પછી ભાજપ અનેક રાજ્યોમાં જીતાઇને આવ્યું હોવાના કારણે લોકસભા ગૃહ પછી રાજ્યસભા ગૃહમાં પણ ભાજપની તાકાત વધશે. અને તેના કારણે બિલ પસાર કરવામાં આવનારા સમયમાં ભાજપને સરળતા રહેશે. જો કે ગુજરાતમાં ઓછી બેઠકોના કારણે ભાજપની સ્થિતિ ગુજરાત મામલે ગંભીર રહી શકે છે. ત્યારે આ રાજ્યસભાની ચૂંટણીમાં તે પણ જોવાનું રહે છે કે અહેમદ પટેલને ફરીથી આ બેઠક ફાળવવામાં આવે છે કે પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મામલે નવા બે ચહેરા મેદાનમાં ઉતારે છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત માટે રાજ્યસભાની આ ચૂંટણી રસપ્રદ બની રહેશે તે વાતમાં કોઇ બેમત નથી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X