Jammu & Kashmir DDC Elections: ડીડીસી ચૂંટણીના 6ઠ્ઠા તબક્કાનું આજે મતદાન, 245 ઉમેદવારો મેદાનમાં

Jammu & Kashmir DDC Elections: ડીડીસી ચૂંટણીના 6ઠ્ઠા તબક્કાનું આજે મતદાન, 245 ઉમેદવારો મેદાનમાં

Jammu & Kashmir DDC Elections: જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીના 6 તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. આજે 7.48 લાખથી વધુ મતદાતા 245 ઉમેદવારોના રાજનૈતિક ભવિષ્યનો ફેસલો કરશે. 31 સીટ માટે રવિવારે સવારે 7 વાગ્યેથી બપોરે 2 વાગ્યા વચ્ચે મતદાન થશે. રાજ્ય ચૂંટણી કમિશ્નર કેકે શર્માએ કહ્યું કે મતદાનને ધ્યાનમાં રાખી સુરક્ષાના આકરા ઈંતેજામ કરવમાં આવ્યા છે. જમ્મુમાં 17 અને કાશ્મીર ઘાટીમાં 14 ચૂંટણી ક્ષેત્રોમાં સવારે 7 વાગ્યેથી વોટિંગ થઈ રહ્યું છે, તમામ મતદાન કેન્દ્રો પર કોરોના વાયરસથી બચવા માટે જાહેર ગાઈડલાઈનનનું પાલન કરવામાં આવી રહ્યું છે.

jammu and kashmir

જણાવી દઈએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ અહીં પહેલીવાર ડીડીસી ચૂંટણી થઈ રહી છે. ડીસી ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 28 નવેમ્બરે થયું હતું અને અત્યાર સુધી 190 ક્ષેત્રોમાં મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. ડીડીસી ચૂંટણી માટે 22 ડિસેમ્બરે મતગણતરી થશે. શર્માએ કહ્યું કે રવિવારે મતદાનના છઠ્ઠા તબક્કા અંતર્ગત જમ્મુમાં 17 અને કાશ્મીર ઘાટીમાં 14 ચૂંટણી ક્ષેત્રોમાં સવારે સાત વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વોટિંગ થશે.

22 ડિસેમ્બરે મતગણતરી થશે

કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ ચૂંટણી દ્વારા લોકલ બોડી માટે પ્રતિનિધિ ચૂંટાશે. વોટિંગ આઠ તબક્કામાં થશે, હજી પણ બે તબક્કા બાકી છે. જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલ ડીડીસીની ચૂંટણીમાં કેટલાય દિગ્ગજ નેતા ચૂંટણી મેદાનમાં છે. થોડા મહિના પહેલાં જ્યારે પંચાયતી રાજ કનૂનમાં સંશોધન કરી જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષની ચૂંટણીનો રસ્તો સાફ થયો હતો તો ત્યાંના કેટલાય રાજનૈતિક દળ અને નેતા આને લઈને જરા પણ ઉત્સાહિત નહોતા. પરંતુ ચૂંટણીની ઘોષણઆ થતાં જ સ્થિતિ એકદમ બદલાઈ ગઈ. આજે અહીંની તમામ મોટી રાજનૈતિક પાર્ટીઓ ચૂંટણી તો લડી જ રહી છે સાથે જ એક આંકડા મુજબ લગભગ બે ડઝન પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને સાંસદ પણ સ્થાનિક ચૂંટણીઓમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X