For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના રણમાં ફાઇનલઃ 4 વાગ્યા સુધી 60 ટકા મતદાન

|
Google Oneindia Gujarati News

જયપુર, 1 ડિસેમ્બરઃ રાજસ્થાનના રણમાં આજે ફાઇનલ મેચ છે. 199 વિધાનસભાની બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. 14મી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. સવારથી લોકોની લાઇન લાગી ગઇ છે. સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવામાં આવી છે.

બપોરે 4 વાગ્યા સુધીઃ બપોરે ચાર વાગ્યા સુધી 60 ટકા મતદાન થયુ છે. હજુ પણ પોલિંગ બુથો પર મતાદાતાઓની લાંબી લાંબી કતાર જોઇ શકાય છે.

બપોરે 12 વાગ્યા સુધીઃ મતદાન કેન્દ્રો પર ટોળાની ભીડ જોવા મળી રહી છે. બપેરો 12 વાગ્યા સુધી 25 ટકા વોટિંગ કરવામાં આવ્યું છે. ભાજપના વસુંધરા રાજે અને કોંગ્રેસી અશોક ગેહલોતે પણ મતદાન કર્યું છે.

voting
રાજસ્થાનના મુખ્ય નિર્વાચન અધિકારી અશોક જૈને રાજ્યના મતદાતાઓને દેશની લોકતાંત્રિક વ્યવસ્થા અને વધુ સુદૃઢ બનાવવા માટે નિર્ભય થઇને પોતાના પસંદગીના ઉમેદવારના પક્ષમાં વોટિંગ કરવાની અપીલ કરી છે. તો બીજી તરફ ચુરુ વિધાનસભા બેઠકના ઉમેદવારનું મોત નીપજવાના કારણે હવે ત્યાં 13મી ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. બસપા ઉમેદવારના મોતના કારણે ચુરુમાં વોટિંગની તારીખ વધારી દેવામાં આવી છે.

બીજી તરફ આયોગ તરફથી સંવેદનશીલ પોલિંગ બુથો પર વીડિયો કોંફ્રેસિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દેખરેખ રાખવા માટે ભારે સુરક્ષા દળોને તેનાત કરી દેવામાં આવ્યા છે. આંકડાઓ પર નજર ફેરવીએ તો રાજ્યમાં 47 હજાર 223 મતદાન કેન્દ્રો પર 4 કરોડ 8 લાખ 29 હજાર 30 મતદાતાઓ આજે પોતના મતનો ઉપયોગ કરશે. જેમાં 2 કરોડ 14 લાખ 50 હજાર 208 પુરુષ અને 1 કરોડ 92 લાખ 75 હજાર 918 મહિલા મતદારો છે. રાજ્યમાં કુલ 1 લાખ 3 હજાર 171 સર્વિસ વોટર્સ છે, જેમાં 71 હજાર 82 પુરુષ અને 31 હજાર 349 સર્વિસ મહિલા મતદાતાઓ છે.

English summary
Assembly elections will take place across Rajasthan. voting will take place in over 47,200 polling stations to elect a new Assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X