jammu and kasmir assembly election 2024: જમ્મુ કાશ્મીરમાં બીજા ચરણ માટે થશે મતદાન, જાણો સેનાની તૈયારી

jammu and kasmir assembly election 2024: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. જેમાં 18 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. હવે 25 સપ્ટેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન યોજાશે.

જમ્મુ અને કાશ્મીરમાં બીજા તબક્કાના શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સેના અને ચૂંટણીપંચે વિશેષ તૈયારી કરી છે.

આ માટે 26 વિધાનસભા મતવિસ્તારોના 3,500 મતદાન મથકો પર 13,000 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ અને અર્ધલશ્કરી દળો સહિત સુરક્ષાકર્મીઓ મંગળવારની સવારે જ મતદાનને સુચારુ રીતે પાર પાડવા માટે રવાના કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ દરેક મતદાન મથકની આસપાસ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થાઓ બનાવવા પર ભાર મૂક્યો હતો, જેથી મતદાનનું વાતાવરણ ભય કે ધાકધમકીથી મુક્ત રહે, અને લોકો શાંતિપૂર્ણ તટસ્થાથી મતદાન કરી શકે.

મતદારોનો વિશ્વાસ અને ભાગીદારી વધારવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા લક્ષિત મતવિસ્તારમાં 3,502 મતદાન મથકોની કાળજીપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાંથી 1,056 શહેરી વિસ્તારોમાં અને 2,446 ગ્રામીણ વિસ્તારોમાં મતદાન મથકો આવેલા છે.

Jammu and Kashmir Assembly Election 2024

દરેક મતદાન મથક વેબકાસ્ટિંગની સુવિધા આપવામાં આવશે. આ એક પહેલ છે, જે ચૂંટણી પ્રક્રિયામાં વધુ મતદારોને જોડવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે, દરેક મત સુરક્ષિત વાતાવરણમાં પડે તે સુનિશ્ચિત કરે છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 25 સપ્ટેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થવાનું હોવાથી, પોલીસ દ્વારા મહત્તમ સંખ્યામાં લોકો તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરના રોજ 24 બેઠકો માટે મતદાન થયું હતું.

બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરના રોજ 26 બેઠકો માટે મતદાન થશે. જે બાદ ત્રીજા તબક્કામાં 40 બેઠકો માટે 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ઓક્ટોબરના રોજ જાહેર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X