શશિકલાએ કોરોનાને મ્હાત આપી, જલદી જ હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થશે

શશિકલાએ કોરોનાને મ્હાત આપી, જલદી જ હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થશે

અન્નામુદ્રકના પૂર્વ નેતા અને જયલલિતાના સહયોગી રહેલાં વીકે શશિકલા આજે રવિવારે (31 જાન્યુઆરી)એ હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થશે. શશિકલાને કોરોનાવાયરસ થયો હતો, જે બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શશિકલા હવે કોરોનાથી સ્વસ્થ છે. રિપોર્ટ મુજબ આજે તેમને હોસ્પિટલે રજા આપી દેવામાં આવશે. આવકથી વધુ સંપત્તિના મામલામાં ચાર વર્ષની સજા પૂરી કર્યા બાદ શશિકલાને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. શશિકલાની ચાર વર્ષની સજા પૂરી કર્યા બાદ બેંગ્લોરની જેલથી બે દિવસ પહેલા જ ચોડવામાં આવ્યાં હતાં અને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યાં હતાં.

sasikala

બેંગ્લોર મેડિકલ કોલેજે રવિવારે જાણકારી આપી કે શશિકલાની હાલત સ્થિર છે, તેમને આજે હોસ્પિટલેથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.

હૉસ્પિટલ બહાર સુરક્ષા વધારવામાં આવી

વીકે શશિકલા બેંગ્લોરના વિક્ટોરિયા હોસ્પિટલમાં દાખલ છે. તેમના નિકળવાના સમાચાર આવ્યા બાદ હોસ્પિટલ બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભારે માત્રામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. જ્યારે શશિકલાના સમર્થકો તેમના સ્વાગતની તૈયારીમાં છે. હોસ્પિટલની બહાર તેમના સ્વાગતમાં અનેક સમર્થકો ઉભ્યા છે. હોસ્પિટલની બહાર ગરમાગરમીનો માહોલ છે.

શશિકલાની તબિયતને લઈ શું બોલ્યા ડૉક્ટર્સ

બેંગ્લોર મેડિકલ કોલેજે શનિવારે પોતાના મેડિકલ બુલેટિનમાં જણાવ્યું કે શશિકલાએ ઈલાજમાં પૂરો સહયોગ આપ્યો છે. તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. તેમનામાં કોરોનાના લક્ષણ નથી. તેમનું બ્લડ સુગર પણ કંટ્રોલમાં છે. જ્યારે ઓક્સીજન લેવલ પણ કોઈપણ સપોર્ટ વિના બરાબર છે. હોસ્પિટલેથી રજા આપ્યા બાદ શશિકલાને થોડા દિવસો સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાની સલાહ આપવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X