For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: નીતિશને લાલુ માટે કરીને લેવી પડી તાંત્રિકની સહાય!

|
Google Oneindia Gujarati News

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એક એવો ટ્વિસ્ટ આવ્યો છે જેનાથી તે વાત સાબિત થઇ જાય છે કે સત્તા પક્ષમાં મનગમતું પદ મેળવવા માટે જાણીતા અને મોટા રાજકારણીઓને પણ તંત્ર-મંત્રની શરણ લેવી પડે છે. તમને જાણીને અચરજ લાગશે પણ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને એક તાંત્રિકનો વીડિયો વાયરલ થયો છે.

એટલું જ નહીં વીડિયોમાં તાંત્રિકે નીતિશ કુમારને પપ્પી પણ કરી અને નીતિશ કુમાર જિંદાબાદ, લાલુ મુર્દાબાદ તેવા નારા પણ લગાવ્યા. આ વીડિયોએ એક નવા વિવાદને પણ જન્મ આપ્યો છે. કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે આ વીડિયોને યૂટ્યૂબ પર અપલોડ કર્યો છે. આ વીડિયોમાં નીતિશ કુમારની સાથે સાંસદ અને તેમના નજીકના સાથી આરસીપી સિંહ અને નીરજ કુમાર સિંહની હાજરીમાં લેવામાં આવ્યો છે.

nitish kumar

જો કે ગિરિરાજ સિંહે આરોપ લગાવ્યો છે કે નીતિશ કુમાર આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના માથેથી શેતાન ઉતારવા માટે તાંત્રિક પાસે ગયા છે. આ વીડિયોમાં તાંત્રિકનો અવાજ તો સાફ રીતે નથી આવતો પણ તેટલું સમજાય છે કે તાંત્રિક નીતીશ જિંદાબાદ અને લાલુ મુર્દાબાદ તેવું બોલી રહ્યા છે.

ચર્ચો તો એ પણ છે કે આ વીડિયો જૂન, 2014નો જ્યારે નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડી ચૂક્યા હતા. જો કે લાલુ યાદવે આ વીડિયો જોઇને કહ્યું છે કે તે તાંત્રિકોથી પણ મોટા તાંત્રિક છે. વીડિયો જાહેર કરતી વખતે ગિરિરાજ સિંહે તેવો પણ દાવો કર્યો હતો કે નીતિશ કુમાર તાંત્રિકને લાલુથી દૂર રહેવાની સલાહ આપી રહ્યો છે. નીતીશ લાલુની સાથે છે પણ તે તેને પણ ધોકો આપશે.

English summary
A video of Bihar Chief Minister Nitish Kumar visiting a tantric baba has gone viral on social media. In the video, baba was seen raising slogans against Nitish's one-time arch-rival-turned-friend RJD chief Lalu Prasad Yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X