Video: ઓફીસમાં મહિલાને એકલી જોઇને નેતાએ કરી બળાત્કારની કોશિશ
કર્ણાટકના જેડીએસ નેતાની એક શર્મનાક હરકત સામે આવી છે. જેડીએસ નેતા અને પંચાયત પ્રમુખ પર 32 વર્ષની મહિલા સાથે છેડખાની અને બળાત્કારની કોશિશ કરવાનો આરોપ છે. આરોપી નેતાની આ હરકત સીસીટીવી કેમરામાં પણ આવી ગઈ છે. જેને પુરાવા રૂપે રજુ કરવામાં આવ્યા છે.

જાણકારી મુજબ આ ઘટના ગુરુવારે પંચાયત પ્રમુખની ઓફીસમાં થઇ હતી. સાંજે 6 વાગ્યે જયારે બધા જ લોકો જતા રહ્યા ત્યારે જેડીએસ નેતાએ મહિલાને એકલી જોઇને તેની સાથે બળાત્કારની કોશિશ કરી. સીસીટીવી કેમરામાં સાફ સાફ જોઈ શકાઈ છે કે આ ઘટના દરમિયાન જેડીએસ નેતાને કોઈ જ ડર નથી.
સીસીટીવી કેમરામાં જોઈ શકાઈ છે કે મહિલા એ પોતાની જાતને બચાવવાની પૂરી કોશિશ કરી રહી છે. આપને જણાવી દઈએ કે પીડિત મહિલા ગ્રામ પંચાયતમાં ગ્રુપ ડી ની કર્મચારી છે અને તેઓ છેલ્લા 6 વર્ષથી અહી કામ કરી રહી છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે શુક્રવારે નેતાની ધરપકડ કરી લિધી.












Click it and Unblock the Notifications
