ચશ્મા પહેરીને ડાંસ કરે છે રાધેમા, જુઓ વીડિયો
નવી દિલ્હી, 4 ઓગષ્ટ: હંમેશા મૌન રહીને આસારામ બાપૂ અને નિર્મલ બાબાની જેમ ખુદને ધર્મગુરુ કહેડાવનાર રાધેમા એકવાર ફરી વિવાદોમાં છે. રાધેમા પર કાયદાનો ફંદો કસાતો જઇ રહ્યો છે, તેમની પણ ધરપકડની આશા વધતી જઇ રહી છે. મુંબઇના બોરીવલી વિસ્તારમાં રાધેમા સહિત 7 લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે.

નકુલ ગુપ્તાનો સંબંધ મુંબઇના તે જ ઘરેથી છે જ્યાં રાધેમા રહે છે. ઘરના માલિક મનમોહન ગુપ્તાના ભત્રીજા છે નકુલ ગુપ્તા અને પરિવારની જેમ રાધેમાને માને છે. આ ઉપરાંત નિક્કીએ વધુએક ખુલાસો કર્યો છે. જે હૈરાન કરનાર છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન નિક્કીએ જણાવ્યું કે રાધેમાં પોતાના ઓરડામાં ફિલ્મી ગીતો પર ખૂબ જ ડાંસ કરે છે.
એબીપી ન્યૂઝ ચેનલના હાથમાં એક એવો વીડિયો આવ્યો છે જેમાં રાધેમા અખિયો કે ઝરોખે સે ફિલ્મી ગીત પર ચશ્મા પહેરીને કોઇ ગાર્ડનમાં ડાંસ કરી રહી છે. નિક્કીએ જણાવ્યું કે રાધેમાનો આ ડાંસ જોવા પર મનાઇ છે અને જોવા પર તેને ઢોર માર મારવામાં આવે છે.
જુઓ વીડિયોમાં રાધેમાનો ડાંસ...












Click it and Unblock the Notifications
