Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Porn Sites જોવી ગુનો ગણાશે!

porn-computer
નવી દિલ્હી, 11 જુલાઇ: સાઇબર અશ્લિલ સાહિત્યથી લોકો ખાસ કરીને કિશોરો પર પડી રહેલા ખરાબ પ્રભાવને ધ્યાનમાં રાખતા કોમ્યુટર અને મોબાઇલ ફોન પર પોર્ન સાઇટ જોવાને કાયદાકીય ગુનાની રાજ્યસભાની અરજી સમિતિ પાસે માંગણી કરવામાં આવી છે.

અરજી સમિતિ દ્વારા આપવામાં આવેલી અરજીમાં માહિતી ટેકનોલોજી લોમાં સુધારો કરી કોમ્યુટર અને મોબાઇલ ફોન પર અશ્લીલ સાઇટ જોવાને ગુનો બનાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે તથા સંબંધિત સાઇટના નિર્માતાઓ, વિતરકો અને જોનારાઓ માટે કડક સજાની જોગવાઇ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

આ અરજી જૈનાચાર્ય વિજય રત્નાસુંદર સુરીજી તથા અન્ય ત્રણ વ્યક્તિઓ દ્વારા રાજ્યસભાના સભ્ય વિજય દર્ડાએ સદનની યાચિકા સમિતિને સોંપી દિધી છે. ભગત સિંહ કોશ્યારીની અધ્યક્ષતાવાળી આ સમિતિએ આ યાચિકા પર લોકો અને સંગઠનો પાસે મંતવ્યો માંગ્યા છે. ઇચ્છુક વ્યક્તિ આ અંગે પોતાના મંતવ્યો લેખિત રૂપમાં પંદર દિવસમાં રાજ્યસભા સચિવાલયને મોકલી શકે છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભારતની જનસંખ્યાનો બે તૃતિયાંશ ભાગ 35 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિઓનો છે. વસ્તીનો મોટો ભાગ સાઇબર અશ્લિલ સાહિત્યના માધ્યમથી મુક્ત યૌનાચારના વધતા જતા ચલણના કારણે પથભ્રષ્ટ, વિકૃત અને ભ્રમિત થઇ રહ્યાં છે. સાઇબર અશ્લિલ સાહિત્યથી કિશોરો પર જ નહી વયસ્કો પર પણ ખરાબ અસર પડી રહી છે. આનાથી માનસિક, શારિરીક, પ્રકૃતિની કેટલીક સમસ્યાઓ, યૌન રોગ, લૌગિંક વિકૃતિઓ વગેરે ઉત્પન્ન થઇ રહી છે.

આજકાલ કોમ્યુટર અને ટેલિવિઝનથી વધુ મોબાઇલ ફોન પર પણ આ પ્રકારની અશ્લિલ સાઇટ જોવી એક સરળ માધ્યમ બની ગયો છે. આના પર પ્રતિબંધ લગાવવા માટે પગલાં ભરવા જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X