Wayanad By-Election 2024 : વાયનાડમાં પ્રિયંકા ગાંધી માટે મમતા બેનર્જી પ્રચાર કરી શકે છે-સુત્રો
Wayanad By-Election 2024 : રાયબરેલી અને વાયનાડ બન્ને બેઠકો પરથી ચૂંટણી લડનારા રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક ખાલી કરી છે. હવે અહીંથી પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર હશે.
અહેવાલો અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આગામી વાયનાડ પેટાચૂંટણીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા માટે પ્રચાર કરવા તૈયાર થયા છે.

સૂત્રો અનુસાર, કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમે મમતા બેનર્જી સાથે ગુપ્ત બેઠક યોજી હતી, જ્યાં તેમણે કથિત રીતે તેમને વાયનાડમાં પ્રિયંકા ગાંધીની ઉમેદવારીને ટેકો આપવા વિનંતી કરી હતી. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકનો હેતુ બંને પક્ષો વચ્ચેના અંતરને દૂર કરવાનો હતો.
રાહુલ ગાંધીના રાજીનામાં બાદ વાયનાડ પેટાચૂંટણી માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું નામ આગળ કરવામાં આવ્યું છે. આ પહેલીવાર હશે જ્યારે પ્રિયંકા કોઈ સીટ પર ચૂંટણી લડશે.
રાષ્ટ્રીય નેતૃત્વના આ વ્યૂહાત્મક પગલાનો ઉદ્દેશ્ય કેરળમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવાનો છે. અહીં પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં પાર્ટી માત્ર આગામી પેટાચૂંટણી જ નહીં પરંતુ 2026ની વિધાનસભા ચૂંટણી પણ લડવાની યોજના બનાવી રહી છે.
લોકસભા ચૂંટણીમાં મમતાએ કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધનમાં તેમની ભાગીદારી શૂન્ય રાખી હતી. વાત માત્ર બહારના સમર્થન પર રહી. ટીએમસીએ ચૂંટણીમાં દરેક સીટ પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેનો તેમને લાભ પણ મળ્યો.
બંગાળની 42 સીટોમાંથી ટીએમસીએ 29 સીટો જીતી તો ભાજપે 12 અને કોંગ્રેસના દરબારમાં માત્ર 1 બેઠક મળી. હવે સવાલ એ થાય છે કે કેન્દ્રમાં એનડીએ આવ્યા પછી શું મમતાના વલણમાં કોઈ બદલાવ આવ્યો છે?
નોંધનીય છે કે દેશની સૌથી મહત્વની લોકસભા ચૂંટણીમાં આ બંને એક ક્ષણ માટે પણ સાથે આવી શક્યા ન હતા. પરંતુ સૂત્રોના દાવા મુજબ, મમતા પોતે વાયનાડમાં પ્રિયંકાના પ્રચાર માટે ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. શું તેની પાછળ 2026ની વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે કોઈ યોજના છે?












Click it and Unblock the Notifications
