For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WB Assembly Election 2021: આજે કાંથીમાં પીએમ મોદીની મેગા રેલી, દિવ્યેન્દુ અધિકારી પર સૌની નજર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આજે પીએમ મોદીની કાંથીમાં મેગા રેલી થવાની છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, રાજ્યમાં પહેલા તબક્કાનુ વોટિંગ 27 માર્ચે છે એવામાં બધા પક્ષોએ ચૂંટણી પ્રચારમાં એડી-ચોટીનુ જોર લગાવી દીધુ છે. આ ક્રમમાં આજે પીએમ મોદીની કાંથીમાં મેગા રેલી થવાની છે. આ વિશાળ રેલી પર સૌની નજર છે કારણકે એવુ માનવામાં આવી રહ્યુ છે કે આજે અહીં તમલુક લોકસભા સીટથી ટીએમસી સાંસદ દિવ્યેન્દુ અધિકારી પીએમ મોદી સાથે સ્ટેજ શેર કરશે અને તે આજે પોતાના ભાઈ અને પિતાની જેમ ભાજપનો હિસ્સો બની શકે છે.

તૃણમૂલ કોંગ્રેસ માટે બહુ મોટો ઝટકો

તૃણમૂલ કોંગ્રેસ માટે બહુ મોટો ઝટકો

જો આવુ થાય તો તે તૃણમૂલ કોંગ્રેસ માટે બહુ મોટો ઝટકો હશે. રાજકીય પંડિતોનુ માનવુ છે કે આ રેલી ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે પોતાના ભાઈ સુવેન્દુ અને પિતા શિશિરની જેમ તે પણ ભગવા રંગમાં રંગાઈ શકે છે. તમને જણાવી દઈએ કે દિવ્યેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારી કાંથી લોકસભા સીટથી સાંસદ છે અને હાલમાં તે ભાજપમાં શામેલ થયા છે. કાંથીમાં અધિકારી પરિવારનો જ દબદબો માનવામાં આવે છે એવામાં અધિકારી પરિવારનો તૃણમૂલનો સાથ છોડવો ટીએમસી માટે મોટુ નુકશાન છે. જો કે ભાજપ માટે દિવ્યેન્દુ અધિકારીએ કોઈ અધિકૃત નિવેદન આપ્યુ નથી.

પીએમ મોદીએ સાધ્યુ 'દીદી' પર નિશાન

પીએમ મોદીએ સાધ્યુ 'દીદી' પર નિશાન

તમને જણાવી દઈએ કે ચૂંટણી રેલીમાં નેતાઓ એકબીજા પર જોરદાન આરોપ લગાવી રહ્યા છે. રવિવારે બાંકુરામાં પીએમ મોદીએ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી જેમાં તેમણે ટીએમસી અને મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ હતુ. વળી, બીજી તરફ સીએમ મમતા બેનર્જીએ પૂર્વ મેદનીપુરના દક્ષિણ કોંટાઈમાં જનસાભાને સંબોધિત કરી હતી જેમાં તેમણે ભાજપ અને સુવેન્દુ અધિકારી પર જોરદાર નિશાન સાધ્યુ હતુ.

સીએમ મમતાએ ખુદને કહ્યા 'ગધા' અને અધિકારીને 'ગદ્દાર'

સીએમ મમતાએ ખુદને કહ્યા 'ગધા' અને અધિકારીને 'ગદ્દાર'

જનસભાને સંબોધિત કરતા સીએમ મમતાએ કહ્યુ હતુ કે હું દુનિયાની સૌથી મોટી ગધેડી છુ કારણકે સમયે હું ગદ્દાર(સુવેન્દુ અધિકારી)ને ઓળખી ન શકી, તેણે અમને છેતર્યા છે. મમતાએ કહ્યુ કે જ્યારે તે સહકારી બેંકો અને રાજ્ય સરકારના મોટા પદો પર બેઠા હતા ત્યારે તેમણે 5 હજાર કરોડનુ કૌભાંડ કર્યુ હતુ. હું પોતાને એટલા માટે ગધેડી કહી રહી છુ કારણકે હું મારી સામે આટલા માટે ગદ્દારને ઓળખી ન શકી. અધિકારીએ મિદનાપુરના લોકોને છેતર્યા છે, તે જે પાર્ટીમાં ગયા છે તે પૈસાના જોરે ગુંડાઓેને પાળે છે, માટે હું જનતાને અપીલ કરુ છુ કે તે આ ગદ્દારને બહારનો રસ્તો બતાવી દે. તેમણે મને દરેક જગ્યાએથી ઘાયલ કરી છે પરંતુ હું તેમને મારા એક પગથી મ્હાત આપીશ. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કા માટે 27 માર્ચે 1 એપ્રિલ, ત્રીજા તબક્કામાં 6 એપ્રિલ, ચોથામાં 10 એપ્રિલ, પાંચમાંમાં 17 એપ્રિલ, છઠ્ઠામાં 22 એપ્રિલ, સાતમાં 26 એપ્રિલ અને આઠમાં એટલે કે છેલ્લા તબક્કામાં 29 એપ્રિલે મતદાન થશે. ચૂંટણી પરિણામ 2મેના રોજ આવશે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47 હજાર નવા કેસ, 275 મોતદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47 હજાર નવા કેસ, 275 મોત

English summary
WB Assembly Election 2021: PM Modi to address rally in Kanthi today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X