For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમે પણ સોનિયા અને રાહુલની જેમ RJDને ચલાવીશું : રાબડી દેવી

|
Google Oneindia Gujarati News

રાંચી/પટના, 1 ઓક્ટોબર : ચારા કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને જેલમાં મોકલી દેવામાં આવ્યા ત્યાર બાદ તેમના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ જણાવી દીધું છે કે જેની રીતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીને ચલાવી રહ્યા છે તેવી જ રીતે તેઓ અને તેમનો દીકરો સાથે મળીને આરજેડીને ચલાવશે.

અદાલતના નિર્ણયની અસર પાર્ટી પર કેવી રહેશે તેના જવાબમાં રાબડી દેવીએ જણાવ્યું કે લાલુ પ્રસાદની ગેરહાજરીમાં તેમનો પુત્ર પાર્ટીને ચલાવશે. કારણ કે પાર્ટી લાલુ પ્રસાદ યાદવે ઉભી કરી છે.

rabdi-devi

લાલુના પુત્ર તેજસ્વી યાદવે રાંચીમાં પત્રકારોને જણાવ્યું કે "અમે આ મુદ્દે હાઇકોર્ટમાં અપીલ કરીશું. અમને ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ એક ષડયંત્ર છે. અમે જનતાની અદાલતમાં જઇશું. અમે લોકસભા ચૂંટણીઓમાં એ તત્વોને જવાબ આપીશું જેમણે અમારા નેતાને નિશાન બનાવ્યા છે."

રાબડીએ જણાવ્યું કે તેમના પતિ ષડયંત્રનો શિકાર બન્યા છે. તેણે કાવતરાખોરોના નામ જણાવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું આ પાછળ કોનો હાથ છે તે બધા જાણે છે. તેમણે આરોપ લગાવ્યો કે નીતિશ કુમાર અને શિવાનંદ તિવારી જેવા ભ્રષ્ટ નેતા સત્તામાં છે.

ઉલ્લેખનીય છે કે 1996માં ચારા કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે પણ રાબડી દેવીએ પાર્ટીને સારી રીતે ચલાવી હતી. તેઓ 1997, 1999 અને 2000થી 2005 સુધી બિહારના મુખ્યમંત્રી પદે રહ્યા હતા.

English summary
We also run RJD like Sonia and Rahul : Rabri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X