કર્ણાટકઃ યેદિયુરપ્પા બોલ્યા- વિશ્વાસ મત માટે અડધી રાતે પણ ઈંતેજાર કરવા તૈયાર
કર્ણાટકઃ યેદિયુરપ્પા બોલ્યા- વિશ્વાસ મત માટે અડધી રાતે પણ ઈંતેજાર કરવા તૈયાર
કર્ણાટકમાં રાજકીય ઘણાસાણ અત્યારે ચાલુ છે. આ વચ્ચે કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી સોમવારે કેટલાક સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે કેમ કે કોંગ્રેસ અને જેડીએસના સભ્યોએ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા અને સમય આપવાની માંગ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશ કુમારે સોમવારે સત્તાધારાી ગઠબંધનના સભ્યોને પોતાનું ભાષણ તુરંત સમાપ્ત કરવા માટે કહ્યું હતું જેથી વિશ્વાસ મત પ્રક્રિયા સોમવારે પૂરી કરી શકાય, આના પર સભ્યોએ વિરોધ જતાવ્યો હતો. સદનમાં ગઠબંધનના સભ્યો નારેબાજી કરવા લાગ્યા, 'હમે ઈંસાફ ચાહિયે, હમ ચર્ચા ચાહતે હૈ.' જેડીએસ અને કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ મુદ્દા પર કોઈ તત્પરતા ન દેખાડી કેમ કે તેમણે બે નિર્દળીય ધારાસભ્યો દ્વારા અવિલંબ શક્તિ પરીક્ષણ કરાવવા માટે ત્વરિત અરજી પસંદ કરવાની ના પાડી દીધી હતી. હંગામો થયા બાદ અધ્યક્ષે દસ મિનિટ માટે સદનને સ્થગિત કરી દીધું હતું.

બીજી તરફ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા બીએસ યેદુરપ્પાએ કહ્યું કે વિશ્વાસ મત માટે તેઓ અડધી રાતનો પણ ઈંતેજાર કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે હવે હું ચીફ વ્હિપ સુનીલને કહું છું કે આજે જ આને ખતમ કરવામાં આવે. યેદુરપ્પાએ કહ્યું કે મુખ્યમંત્રીએ વચન આપ્યું કે આને આજે ખતમ કરી દેવામાં આવશે અને બહુમત સાબિત કરશું. અમે આજે સદનમાં રાત્રે 12 વાગ્યા સુધી છીએ.
કોંગ્રેસના નેતા સિદ્ધરમૈયાએ કહ્યું કે કર્ણાટક વિધાનસભાના સ્પીકર વિશ્વાસમત પ્રસ્તાવ પર ફેસલો કરશે. અમે પણ અરજી દાખલ કરી છે, સંભવતઃ સુપ્રીમ કોર્ટ અમારી અરજી પર કાલે સુનાવણી કરશે. જો બાગી ધારાસભ્યો પરત ફરે છે તો તેઓ અમારી સાથે હશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
