For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આપ'ની પોલ ખોલવા માટે આપ્યું સમર્થન: કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર બનશે કે પછી રાષ્ટ્રપતિ શાસન લાગશે, તેનું ચિત્ર હજી પણ સ્પષ્ટ થઇ શક્યું નથી. સ્પષ્ટ બહુમત નહી મળવાને કારણે ભાજપાએ સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો છે. કમાન નંબર બેની પાર્ટી આમ આદમી પાર્ટીના હાથોમાં પહોંચી. આમ આદમી પાર્ટીએ હિમ્મત બતાવી અને સરકાર બનાવવા માટે ઉપ રાજ્યપાલ પાસે સમય માગ્યો. દિલ્હીમાં સમાપ્ત થઇ ચૂકેલી કોંગ્રેસે શરૂઆતથી જ 'આપ'ને સમર્થન આપવા જણાવ્યું હતું.

આપે કોંગ્રેસ પાસે સમર્થન લેવા માટે પહેલા તેમની 18 શરતો મૂકી. કોંગ્રેસે તે પણ માની લીધી. એવું લાગ્યું કે કોંગ્રેસ એવું ઇચ્છે છે કે દિલ્હીની જનતા ફરી ચૂંટણીથી બચી શકે, અને આપની સરકાર બની જાય.

વાત આટલે સુધી તો બરાબર હતી પરંતુ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યાને એક દિવસ બાદ જ અરવિંદર સિંહ લવલીએ જોરદાર ધડાકો કર્યો. આપને સમર્થન આપવાના માન પર નાટક કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ જણાવ્યું કે આપની પોલ ખોલવા માટે તેમને સમર્થન આપ્યું છે. લવલીએ આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા જણાવ્યું કે 'આપ'એ લોકોને ખોટા વચનો આપ્યા છે. તેમની આ પોલ ખોલવા માટે જ કોંગ્રેસે તેમને સમર્થન આપ્યું છે જેથી તેમની અસલીયત જનતા સામે આવી શકે.

lovely
લવલીએ જણાવ્યું કે આપના ખોટા વચનોનું સત્ય સામે લાવવા માટે સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આપે ઠાલા વચનો આપ્યા છે. તેઓ લોકો પાસે સલાહ માગી રહ્યા છે, પરંતુ શું ખબર કે એસએમએસમાં શું આવી રહ્યું છે. કોંગ્રેસની સાથે સાથે ભાજપે પણ આમ આદમી પાર્ટી પર હુમલો કર્યો છે. ભાજપા નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના સમર્થનની સાથે સરકાર બનાવીને બતાવે અને લોકોને કરવામાં આવેલા વચનોને પૂરા કરે.

English summary
We are supporting Aam Aadmi Party to expose them as they have made false promises, says new Delhi Congress chief Arvinder Singh Lovely.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X