યુપીએ-3 માટે ક્ષેત્રીય દળોના સંપર્કમાં સોનિયા ગાંધી!
નવી દિલ્હી, 15 મેઃ અલગ અલગ એક્ઝિટ પોલ્સ સંભવિત જીતને ભાજપના ખાતામાં મુકી રહ્યાં છે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેને નકારી રહ્યાં છે. બુધવારે સાંજે સોનિયા ગાંધીએ વડાપ્રધાન મનમોહન સિંહ માટે યોજેલા વિદાય ભોજન સમારોહમાં કહ્યું કે, તેમને કોઇ ફેર નથી પડતો કે એક્ઝિટ પોલ શું જણાવી રહ્યાં છે. પોતાની સરકારના વખાણ કરતા તેમણે કહ્યું કે, સરકારે 10 વર્ષમાં સારુ કામ કર્યું છે. સોનિયા ગાંધીએ એ પણ કહ્યું કે, તે ક્ષેત્રીય દળોના સંપર્કમાં છે. એટલે કે એક્ઝિટ પોલમાં નિષ્ફળ થવા અને પોતાની સરકાર બનાવવાની સંભવાનાઓને તેમણે અવગણી નથી.

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે, હજુ ચુંટણી પરિણામ આવવાને 36 કલાકની વાર છે. જો તમે ઇતિહાસમાં જુઓ તો એક્ઝિટ પોલ ક્યારેક સાચા તો ક્યારેક ખોટા સાબિત થયા છે. જે મત છે તે પેટીમાં બંધ થઇ ચૂક્યો છે. 16મીએ જે પરિણામ આવશે તેના આધારે પાર્ટી પોતાની રણનીતિ નક્કી કરશે.
કોંગ્રેસ નેતા કમલ નાથે કહ્યું કે, અમારી ઉણપ રહી કે અમે અમારી સરકારની ઉપલબ્ધીઓનો યોગ્ય રીતે પ્રચાર કરી શક્યા નહીં. અમે જે કામ કર્યું તેને જનતાની વચ્ચે સારી રીતે પહોંચાડી શક્યા નહીં. હરિયાણાના મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડાએ કહ્યું કે, કોંગ્રેસ હરિયાણામાં 2009નો કરિશ્મા નહીં દોહરાવી શકે. આ વખતે કોંગ્રેસને ઓછી બેઠકો મળશે.












Click it and Unblock the Notifications
