રાજકારણમાં ખરાબ સમય પણ આવે છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, 22 ડિસેમ્બરઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની હારનો સ્વિકાર કરતા માન્યુ છે કે તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં છક્કો મારી શકી નથી. રાહુલે ફિક્કીના કાર્યક્રમમાં કહ્યું કે દેશના લોકો ભ્રષ્ટાચારથી સૌથી વધુ પ્રભાવિત છે. ભ્રષ્ટાચારને લોકોની સૌથી મોટી સમસ્યા બતાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેની સામે લડવામાં યુપીએ સરકારે બીજા કરતા સારા કામ કર્યા છે.

rahulgandhinew
લોકપાલ બિલ પર પોતાની પીઠ થપથપાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભલે તેમની પાર્ટી ચૂંટણીમાં સારુ પ્રદર્શન ના કરી શકી હોય, પરંતુ તેમણે જનતાના સંદેશને સમજી લીધો છે. તેમણે કહ્યું કે, પાર્ટીએ તેનો વનમ્રતાથી સ્વિકાર કર્યો છે અને તેમને આશા છે કે, આ ઝટકા બાદ પાર્ટી મજૂબતી સાથે ઉભરશે અને લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે.

લોકપાલ બિલ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, લોકપાલ બિલ ભ્રષ્ટાચાર સામે લડવા માટે પૂરતું નથી. આ માટે વધુ કાયદા બનાવવા પડશે. કાર્યક્રમને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે, રાજનીતિમાં હંમેશા એક સરખો સમય નથી હતો, ક્યારેય સારો તો ક્યારેક ખરાબ સમય આવે છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં હારથી તેઓ શીખ્યા છે. રાહુલે યુવાશક્તિને ઓળખતા કહ્યું કે દેશ પાસે યુવા પાવર છે. આ પાવરનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X