For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોક: મુદ્દાઓ પર બનાવીશ સરકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 ડિસેમ્બર: વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બાદ બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અમે દિલ્હીમાં સરકાર બનાવવા માટે તૈયાર છીએ પરંતુ અમે ભાજપ અને કોંગ્રેસ સાથે મુદ્દાઓના આધરે સમર્થન લઇશું.

તેમણે જણાવ્યું કે અમે વિધાયક અથવા મંત્રી બનવા માટે ચૂંટણી નથી લડ્યા અમે જનતાની સાથે કામ કરવા માગીએ છીએ. તેમણે જણાવ્યું કે આ આમ આદમી પાર્ટીના કારણે જ સંભવ બન્યું છે કે કરોડો રૂપિયા આપીને વિધાયક ખરીદનાર ભાજપ અને કોંગ્રેસે સામે ચાલીને અમને કોઇ શરત વગર મફતમાં સમર્થન આપવા જણાવ્યું.

arvind kejriwal
કેજરીવાલે જણાવ્યું કે અમે યુપીએ સધ્યક્ષ સોનિયા ગાંધી અને રાજનાથ સિંહને પત્ર લખીને પોતાની શરતો જણાવી દીધી છે, તેઓ આ શરતો સાથે સહમતી દર્શાવશે તો તેમની સાથે સરકાર બનાવશે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં પંદર વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલી શીલા દીક્ષિતને એ પણ નથી ખબર કે દેશની રાજધાનીમાં પણ ખેતી થાય છે.

કેજરીવાલ આજે ઉપરાજ્યપાલને મળવા માટે ગયા હતા અને તેમણે તેમને જણાવ્યું કે 'મને કોંગ્રેસ અને ભાજપ તરફથી કોઇ શરત વગર સમર્થન આપવા માટે આમંત્રણ મળ્યું હતું જેના માટે મે તેમની સામે કેટલાંક મુદ્દાઓ પર સહમતી દર્શાવવા બંને પાર્ટીઓના અધ્યક્ષોને પત્ર લખ્યો છે, તેમનો જવાબ આવે ત્યાં સુધી તેમણે ઉપરાજ્યપાલ પાસે દસ દિવસની મહોલત માંગી છે.'

કેજરીવાલે ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ અને કોંગ્રેસની અધ્યક્ષા સોનિયા ગાંધીને લખેલા પત્રમાં શું લખ્યું છે, અને કયા મુદ્દાઓને ઉઠાવ્યો છે, વાંચો....

<p style=" margin: 12px auto 6px auto; font-family: Helvetica,Arial,Sans-serif; font-style: normal; font-variant: normal; font-weight: normal; font-size: 14px; line-height: normal; font-size-adjust: none; font-stretch: normal; -x-system-font: none; display: block;"> <a title="View Letter to Rajnath Singh From Kejriwal on Scribd" href="http://www.scribd.com/doc/191420395" style="text-decoration: underline;" >Letter to Rajnath Singh From Kejriwal</a></p><iframe class="scribd_iframe_embed" src="//www.scribd.com/embeds/191420395/content?start_page=1&view_mode=slideshow&access_recommendations=true" data-auto-height="false" data-aspect-ratio="0.706896551724138" scrolling="yes" id="doc_1216" width="100%" height="600" frameborder="0"></iframe>

<p style=" margin: 12px auto 6px auto; font-family: Helvetica,Arial,Sans-serif; font-style: normal; font-variant: normal; font-weight: normal; font-size: 14px; line-height: normal; font-size-adjust: none; font-stretch: normal; -x-system-font: none; display: block;"> <a title="View Letter to Sonia Gandhi From Kejriwal on Scribd" href="http://www.scribd.com/doc/191420557" style="text-decoration: underline;" >Letter to Sonia Gandhi From Kejriwal</a></p><iframe class="scribd_iframe_embed" src="//www.scribd.com/embeds/191420557/content?start_page=1&view_mode=slideshow&access_recommendations=true" data-auto-height="false" data-aspect-ratio="0.706896551724138" scrolling="no" id="doc_23461" width="100%" height="600" frameborder="0"></iframe>

English summary
Aam Admi Party leader Arvind Kejriwal said we are ready to take support from BJP and Congress but it will only be on issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X