For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં જીંસ પહેરવા પર યુવતીઓને નગ્ન કરવાની ધમકી!

|
Google Oneindia Gujarati News

દરભંગા, 24 ફેબ્રુઆરી: બિહારની રાજધાની પટના નજીક લગભગ 45 કિમી દૂર વસેલા દરભંગા પોતાના ખાન-પાન અને મખાન માટે વિશ્વ વિખ્યાત છે. લોકોની મીઠી મૈથલી બોલી અને તેમનું આદર-સન્માન તેને મધુર મિથિલાંચલ બનાવે છે, પરંતુ મિથિલાંચલનું આ વિસ્તાર આજે એક સનકી ગુનેગારના કૃત્યોના કારણે શરમમાં મૂકાયું છે. એક માથા ફરેલાએ યુવતીઓ માટે ફતવો જાહેર કરી દીધો છે.

યુવકે ખુલ્લેઆમ પોલીસને ચેતાવણી આપી છે કે યુવતીઓના જીંસ પહેરવા પર તેમને નગ્ન કરવા પર ફેંકી દેવામાં આવશે. એક માથાભારે અપરાધીએ યુવતી સાથે કૃત્ય કરીને તેને ડીએમ રહેઠાણની બહાર ફેંકી દીધી. શંકાશીલ હાલમાં બેભાન મળેલી યુવતીની પાસે એક પરચી પણ લખેલી હતી જેમાં એસપીના નામે સંદેશ લખેલો હતો કે જીંસ પહેરનારી યુવતીઓની આ જ હાલત થશે.

jeans
પરચી લખનાર કથિત શખ્શ રાજકુમારે પોતાના નામ લખવાની સાથે ખુદને 'ભારતીય સંસ્કૃતિના રક્ષક ગણાવ્યો છે.' પોલીસ ભાળ મેળવવાની કોશીશ કરી રહી છે કે રાજકુમાર કોણ છે અને તેનો સંબંધ ક્યાંક બજરંગ દળ સાથે તો નથી ને? કારણ કે ભારતીય સંસ્કૃતિની રક્ષાના નામ પર આ પ્રકારની હરકતો આ સંગઠન ઘણા રાજ્યોમાં કરતા રહે છે.

દરભંગા મહિલા પોલીસ સ્ટેશન પ્રભારી સીમા કુમારીએ મંગળવારે જણાવ્યું કે 22 વર્ષીય એક યુવતી સોમવારે સાંજે બેહોશીની હાલતમાં મળી આવી હતી. તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. યુવતીની સાથે બળાત્કાર થયાની પણ આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

English summary
A young girl was found in an unconscious state in front of the District Magistrates bungalow here with some pamphlets in her hand which warned that girls wearing jeans would face similar consequences.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X