For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rain Alert: આગામી 12થી 24 કલાકમાં આ 3 રાજ્યોમાં થશે વરસાદ

હવામાનની ભવિષ્યવાણી કરનારી એજન્સી સ્કાઈમેટ વેધરે ઉત્તર પ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં આગામી 12થી 24 કલાકોની અંદર હવામાન બગડવાનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગરમીમાં શેકાઈ રહેલા ઉત્તર ભારતમાં ચોમાસુ સક્રિય થવામાં હવે થોડાક દિવસો બચ્યા છે. હાલમાં યુપી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો શુષ્ક હવામાનનો સામનો કરી રહ્યા છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે યુપીના પશ્ચિમી ભાગમાં હળવી ધૂળ ભરેલી આંધી અને ગાજવીજ સાથે થોડો વરસાદ થતા થોડી રાહત મળી છે પરંતુ પૂર્વ વિસ્તારોમાં હજુ પણ આકાશમાંથી વરસાદ થવાની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન હવામાનની ભવિષ્યવાણી કરનારી એજન્સી સ્કાઈમેટ વેધરે ઉત્તર પ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં આગામી 12થી 24 કલાકોની અંદર હવામાન બગડવાનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ ત્રણ રાજ્યોમાં વરસાદ અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભારત વિ. અફઘાનિસ્તાનઃ ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો કર્યો નિર્ણયઆ પણ વાંચોઃ ભારત વિ. અફઘાનિસ્તાનઃ ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

યુપી, બિહાર અને છત્તીસગઢમાં એલર્ટ

યુપી, બિહાર અને છત્તીસગઢમાં એલર્ટ

સ્કાઈમેટ વેધર મુજબ ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી 12થી 18 કલાકો દરમિયાન ઘણા જિલ્લામાં અમુક સ્થળોએ હળવા અને મધ્યમ તેમજ ગાજવીજ સાથે હળવા વરસાદ માટે એલર્ટ જાહેર કરાયુ છે. છત્તીસગઢમાં આગામી 24 કલાકો દરમિયાન ઘણા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ સાથે મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તમને જણાવી દઈએ કે દિલ્લી-એનસીઆર અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં શુક્રવારે સાંજે પણ હવામાન બગડ્યુ હતુ. હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે ઉત્તર ભારતમાં જુલાઈના પહેલા અઠવાડિયા સુધી મોનસુન સંપૂર્ણપણે સક્રિય થઈ જશે.

મંદ ગતિથી આગળ વધી રહ્યુ છે ચોમાસુ

મંદ ગતિથી આગળ વધી રહ્યુ છે ચોમાસુ

આ વર્ષે મોનસુન દક્ષિણ ભારતમાં મોડુ પહોંચ્યા બાદ બાકીના ભાગોમાં તે ઘણુ મોડુ ચાલી રહ્યુ છે. ગરમી સાથે સાથે ભૂજળ સ્તર નીચે જવાથી પાણીની સમસ્યા સહન કરી રહેલ ઘણા રાજ્ય ચોમાસાની રાહ જોઈને બેઠા છે. સામાન્ય રીતે ચોમાસુ અત્યારે દેશના બે-તૃતીયાંશ ભાગમાં સક્રિય થઈ જાય છે પરંતુ આ વખતે ચોમાસુ હજુ સીધુ માત્ર 15થી 20 ટકા ભાગોમાં જ પ્રભાવી થઈ શક્યુ છે. અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાત ‘વાયુ' એ ચોમાસાની ગતિને ઘણી હદ સુધી પ્રભાવિત કરી છે. ‘વાયુ'ના કારણે ચોમાસી વાદળા ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. છેલ્લા 12 વર્ષોમાં આવી પહેલી વાર છે જ્યારે ચોમાસુ આટલી મંદ ગતિએ આગળ વધી રહ્યુ છે. ચોમાસાની આ ધીમી ચાલે સામાન્ય જનતા સાથે સાથે સરકારની ચિંતા પણ વધારી દીધી છે.

સિક્કિમમાં ભારે વરસાદથી આફત

સિક્કિમમાં ભારે વરસાદથી આફત

વળી, ઉત્તર પૂર્વી રાજ્યોમાં એક અઠવાડિયુ મોડા પહોંચેલ ચોમાસાએ હવે ત્યાં નુકશાન ચાલુ કરી દીધુ છે. સિક્કિમમાં થઈ રહેલ ભારે વરસાદ લોકો માટે આફતનુ કારણ બની ગયો છે. ગુરુવારે પણ ભારે અને વાદળ ફાટવાના કારણે ઉત્તરી સિક્કિમમાં ઠેર ઠેર ફસાયેલા 427 પર્યટકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા. સતત થઈ રહેલ મૂસળધાર વરસાદ બાદ રસ્તાઓ તૂટી જતા આ પર્યટકો છેલ્લા ચાર દિવસથી ફસાયેલા હતા.

ચોમાસામાં વરસાદ

ચોમાસામાં વરસાદ

તમને જણાવી દઈએ કે ગયા સોમવારે સિક્કિમમાં ચોમાસાએ દસ્તક દીધા બાદથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. સોમવારે લાછેન અને ઉત્તરી સિક્કિમના જેમા-3 વિસ્તારમાં વાદળો ફાટવાથી પર્યટકોની 60 ગાડીઓ ફસાઈ ગઈ હતી જેને ભારે મહેનત બાદ કાઢવામાં આવી. ગયા રવિવાર-સોમવારે ચોમાસુ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમથી થઈને પૂર્વોત્તર રાજ્યો એટલે કે અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સુધી પહોંચી ગયુ. ત્યારબાદથી જ અહીં સતત વરસાદ થઈ રહ્યો છે. જો કે મોનસુન પહેલા પૂર્વોત્તરના લગભગ બધા રાજ્યોમાં વરસાદનો ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ હવે ચોમાસાના વરસાદે અહીં ભરપૂર વરસાદ આપી દીધો છે. હવામાન વિભાગે અહીં આકાશી વીજળી અને ઓલા પડવાની શંકા વ્યક્ત કરી છે.

English summary
Weather Alert For Uttar Pradesh, Bihar And Chhattisgarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X